________________
[ ૬૮ ]
શ્રાવિકા નાખવા બરાબર છે. કુલીનતાનું લક્ષણ શું છે? તેને માટે એક વિદ્વાન નીચે પ્રમાણે લખે છેઃ
विद्याविनयसंपन्नः, सद्गुणैः परिशोभितः । परोपकारनिरतः, स कुलीनः प्रकीर्तितः ॥१॥
“ જે વિદ્યા અને વિનયથી યુક્ત હોય, સદગુણેથી સુશોભિત હોય અને હમેશાં પરોપકારમાં તત્પર હોય તે કુળવાન કહેવાય છે.”
જેનામાં આવા ગુણ હોય. તે કુલીન કહેવાય છે, સારા કુળમાં જન્મ્યા હોય, પણ જે તેનામાં એ ગુણ ન હોય તો તે કુલીન કહેવાતું નથી. માબાપ તેવા ગુણવાળા થયા હોય અને તેથી તેનામાં કુલીનતાની છાપ પડી હોય પણ જે તેઓ જાતે અવિદ્વાન, અવિનીત અને અપોપકારી હોય તે તેને અકુલીન જાણવા. તેવાઓને શ્રાવક માબાપે પોતાની પુત્રી આપવી ન જોઈએ. તેવાઓને પુત્રી આપવાથી તે પુત્રી સર્વ રીતે દુઃખી થાય છે. જે માબાપ પોતાના પુત્રને કુલીન કરવા ઈચ્છતા હોય તે તેમણે પિતાના પુત્રને કેળવણી આપી તેવા ગુણવાળા કરવા કે જેથી તેઓ ભવિષ્યમાં સુખી થાય. ખરેખરા કુલીન થયેલા શ્રાવકે પુત્રને ભણવાગણવી, કુશળ કરી યોગ્ય વયે આવતાં તેને કેાઈ સદ્દગુણસંપન્ન શ્રાવકની કન્યા સાથે પરણાવ કે જેથી ભવિષ્યમાં તે એક નમૂનાદાર શ્રાવકદંપતી બનીને સમકિતધારી થઈ શ્રાવકસંસારને સારી રીતે દીપાવી શકે. જે મૂર્ખ માબાપ કેળવણી વગરની અકુલીન કન્યાની સાથે પોતાના બાળપુત્રને પરણાવે છે, તેઓ પિતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com