________________
[ ૬ ]
શ્રાવિકા
કરવાને સમર્થ થશે; તેથી સુજ્ઞ માતાપિતાએ પેાતાનાં સંતાનાને ધાર્મિક તથા સાંસારિક કેળવણીથી એનશીખ રાખવા નહીં.
''
બીજી એક ભાખત માબાપાએ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે, પુત્ર તથા પુત્રી વચ્ચે ભેદ રાખવા નહીં. તે બન્નેને સમાન ષ્ટિએ જોવા. “ પુત્ર પેાતાના ઘરના ભવિષ્યના સ્વામી છે અને પુત્રો તે પારકે ઘેર જવાની છે. ” આવું ધારી કેટલાએક માબાપેા તેમની વચ્ચે ભિન્નભાવ રાખે છે અને પેાતાને! પ્રેમ પુત્રી કરતાં પુત્ર પર વિશેષ રાખે છે તે તેમની મેાટી ભૂલ છે. પુત્ર અને પુત્રી અને પેાતાના શરીરના સમાન અંશ છે. તેમની વચ્ચે ભેદ રાખવા એ ધર્મથી અને નીતિથી વિરુદ્ધ છે. પુત્ર અને પુત્રી અને સંસારમાં સરખી રીતે સુખી થાય તેવી ઇચ્છા રાખી માબાપાએ બંનેને ઉત્તમ કેળવણી આપી સુધારવા જોઇએ. હાલ કેટલાએક અવિચારી માબાપે પુત્રીના સુખનેા કશા વિચાર નહીં કરતાં પુત્રીને કેળવણી આપતા નથી; તેમ જ તેને માટે દરકાર રાખતા નથી તેએ ખરેખરા પાપના પક્ષપાતી છે. કેટલાએક અધમ માબાપે પુત્રના હિતની ખાતર પુત્રીના માં માગ્યા પૈસા લઇ તેને ગમે તેવા પતિની સાથે પરણાવે છે અને પુત્રનું શુભ ઇચ્છી પુત્રીનું અશુભ કરે છે તેઓને સહસ્ર વાર ધિક્કાર છે. તેવાં અધમ માબાપે। આ જગતમાં નિંદાપાત્ર બને છે અને છેવટે પરલેાકમાં દુર્ગતિનાં પાત્ર થાય છે. પેાતાનુ જ હિત ઇચ્છનારા રાક્ષસ પિતા મનેાવાંછિત લક્ષ્મી લઈ પુત્રીને જેવા તેવા નરને આપે છે, પછી તે પુત્રી જ્યાંસુધી દુ:ખી થાય ત્યાંસુધી એ અધમ પિતાને અંતરના શાપ આપે છે અને નિ:શ્વાસ મૂકે છે; તેથી એ ક્રૂર પિતા આખરે દુ:ખી થયા વિના રહેતે નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com