________________
[ ૬૪ ]
શ્રાવિકા
પેાતાના સંતાનનુ કેવી રીતે શુભ થાય ? એવી કાળજી રાખતા નથી તે આ જગતના સૃષ્ટિનિયમના ગુન્હેગાર છે. જેમ માણસ પેાતાના શરીરના સર્વ અવયવેાની સંભાળ રાખે છે, તેમ માખાપે પેાતાના શરીરના અશરૂપ સંતાનેાની સર્વ પ્રકારની સંભાળ રાખવાની છે. માબાપે બાળકનુ અમુક વય સુધી રક્ષણ કર્યા પછી તેની સાથે મિત્રભાવથી વવાનુ છે. સુજ્ઞ મામાપે પેાતાના માળકે જ્યારે લાયક વયના થાય ત્યારે તેમને પેાતાના સલાહકાર બનાવવા જોઇએ. તેઓ પેાતાના દિલની વાત ખુલ્લા દિલથી કહે તેમ કરવુ જોઇએ. પિતાને ઘરમાં જો ખુલ્લા દિલથી વાત કહેવાનુ સ્થાન મળતુ નથી તે કાઇને બહારથી શેાધી કાઢી તેની સાથે મસલત કરવી પડે છે. આમ કરવાથી કાઇ વાર ઘણુ નુકશાન થવા સંભવ છે, તેથી પેાતાના બાળકની સાથે જ મસલત કરવી વધારે સારી છે. જો બાળકની સાથે હળીમળી જવાય છે તેા તેથી એનામાં સારા ગુણા પ્રગટ થાય છે, ગૃહભારને વહન કરવાની તેનામાં શક્તિ આવે છે અને તેથી પિતાને ગૃહવ્યવહારમાં મદદગાર થઈ પડે છે. જો પિતા પેાતાના પુત્રને છેાકરું ગણી કાઢે છે અને તેને કઇ પણ ગૃહકાર્ય માં ભેળવતા નથી, તેા તેથી પુત્રનું મન જુદું પડી જઇ સ્નેહ તૂટે છે, કુસંપ પેદા થાય છે અને આખરે પિતાપુત્રને જુદા રહેવાના વખત આવે છે. માટે બાળકને યુવાનવયમાં આવતાં જ પેાતાના ગૃહકાર્ય માં સલાહકાર અનાવી તેની સાથે જેમ સ્નેહ વધે તેમ કરવું. તેને માટે નીતિશાસ્ત્ર લખે છે કે, “ માણે તુ જોઇશે વર્ષે, પુત્ર મિત્રવતારરત ” પુત્ર સાળ વર્ષના થાય ત્યારથી તેની સાથે મિત્રની માફ્ક વર્તવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com