________________
સુબોધ
[ ૬૩ ] પાળીપોષી મોટા કર્યા છે? આ વિચાર નહીં કરનારા અને નિરંકુશપણે વર્તનારા એ બાળકો મનુષ્ય નથી પણ માતાના ઉદરમાંથી નીકળેલા પશુ છે અથવા સચેતન પાષાણ છે. માતાપિતાના પૂર્વોપકારને ભૂલી જ, તેમનું અપાર હેત, તેમની ઊંડી લાગણી તદ્દન વિસરી જવી, એ મોટામાં મોટું અધમ કૃત્ય છે. તેથી દરેક શ્રાવકસંતાને પોતાના ઉપકારી માતપિતાની તન, મન અને ધનથી સેવા કરવી જોઈએ.
જ્યાં સુધી એ ઉપકારી માતાપિતાની સેવા કે ભક્તિ કરવામાં આવતી નથી ત્યાંસુધી તેઓ યાજજીવ તેમના ત્રણ છે. જ્યાં સુધી પુત્ર માતાપિતાના ઋણમાંથી મુક્ત થયા નથી ત્યાં સુધી તેનું જીવિત બીજા કેઈ પણ ધર્મકાર્યને માટે લાયક થયું નથી એમ સમજવું, તેથી દરેક શ્રાવકશિશુએ સમજવું જોઈએ કે, માતાપિતાની સેવા અને ભક્તિ કરવી, એ તેમનું મુખ્ય કર્તવ્ય છે.
પ્રકરણ ૧૦ મું
સંતાન તરફ માબાપનું કર્તવ્ય
હું સંસારમાં માતાપિતાએ પણ પોતાનું કેટલું હ આ એક કર્તવ્ય સંતાન તરફ બજાવવાનું છે. ઠ્ઠિઓ પિતાની સંતતિને કેવી રીતે કેળવણું આપી ઉન્નતિમાં લાવવી? એ પ્રથમ વિચાર માતાપિતાએ કરવાનો છે. અજ્ઞાન અવસ્થામાં જન્મેલા બાળકને ઉછેરી સારું શિક્ષણ આપી શ્રાવકરત્ન અથવા શ્રાવિકારત્ન બનાવવું એ પવિત્ર માતાપિતાની ફરજ છે. જે માબાપ બેદરકારીથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com