________________
સુબોધ
[ ૬૧ ] બાળકનું પ્રેમથી પાલન કરે છે. નવ માસ સુધી ગર્ભમાં રાખી જમ્યા પછી તેની સારસંભાળ લે છે. કાંઈ પણ સમજણ વગરના અબેલ બાળકની બધી ઈચ્છા પૂરી પાડવાને માતા સર્વદા તત્પર રહે છે અને તે બાળકની સાથે લાડઘેલી બને છે. જાતજાતની રમતોથી બાળકને ખુશીમાં રાખવાને સદા આતુર રહે છે. પોતાના પ્રિય બાળકના શરીરની રક્ષા સારુ તેને ભીનામાંથી કોરામાં સુવાડી પોતે ભીનામાં સૂવે છે અને બાળકના આરોગ્યને માટે અનેક ઉપાયે કર્યા કરે છે. ધન્ય છે એ માતાના ઉપકારને! એવા ઉપકારી માતાના ઉપકારને કર્યો માણસ ભૂલી જાય? કાલું કાલું બોલનારા બાળકની ઈચ્છાઓ પૂરી કરવાને માતાપિતાના હૃદયની લાગણું જુદા જ પ્રકારની હોય છે. નબળી સ્થિતિમાં આવેલા માતપિતા જે કદી પોતાના બાળકની ઈચ્છા પૂરી કરી શકે તેમ ન હોય તે તેઓના હદયમાં ઘણું ચિંતા ઉપજે છે અને કેટલીક વખત તેને માટે આંખમાં આંસુ લાવી રડે છે. પિતાને અધન્ય અને દુભાંગી સમજે છે. ચાલવાને અને પોતાની મેળે ખાવાને અશક્ત એવા બાળક ઉપર દયા લાવનાર અને સહાય કરનાર વહાલી માતા જ છે અને ટાઢ, તડકે તથા વરસાદમાં અન્ન, વસ્ત્ર વગેરે જોઇતી સામગ્રી પૂરી પાડી સર્વ પ્રકારે રક્ષણ કરનાર પવિત્ર પૂજ્ય પિતા જ છે એ બંનેના અતિશય ઉપકારને બદલે કઈ પણ રીતે વાળી શકાતા નથી.
આવા જીવનરક્ષક માતપિતાની સેવા દરેક સંતાને કરવી જોઈએ. ધર્મશાસ્ત્રમાં પણ એ માતાપિતાને જંગમ તીર્થરૂપ ગણેલા છે, તેથી પુત્રએ તન, મન અને ધનથી તેમની સેવા કરવી જોઈએ. જેને ચરિત્રગ્રંથોમાં માબાપની સેવાને માટે ઘણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com