________________
પ્રકરણ ૯ મું બાળકને માતાપિતા પ્રત્યે ધર્મ
)
2
રેક સદગુણ શ્રાવક બાળકોએ પિતાને માતા
છે પિતા પ્રત્યે શો ધર્મ છે ? એ વાત લક્ષમાં રાખવાની છે. આ સંસારમાં માતાપિતાને કે ઉપકાર છે? એ વાતનો વિચાર કરતાં દરેક સુજ્ઞ શ્રાવકબાળને જણાશે કે માતાપિતા સમાન કોઈ બીજું તેનું ઉપકારી છે નહીં, તેમાં પણ માતાના સ્નેહની બરાબર કઈ વસ્તુ નથી. બાળકની રક્ષા કરનારી, પ્રેમથી પોષણ કરનારી અને ક્ષણેક્ષણે સંભાળ લેનારી માતા એ જ ઘરની દેવતા છે. ગૃહદેવીરૂપ માયાળુ માતા નિ:સ્વાર્થપણે બાળકની તન, મન અને ધનથી રક્ષા કરે છે. શું તેનામાં સ્વાર્થનો જરા પણ અંશ જોવામાં આવે છે? કદી નહીં. એ નિર્મળ હૃદયની માતા નિ:સ્વાર્થપણે બાળકનું પોષણ કરી તેને ઉછેરે છે. એવી પવિત્ર માતાને દી તેનું નાદાન બાળક ભૂલી જાય, પણ તે માતા બાળકને ભૂલી જશે નહ-કેળવણી વગરનું બાળક કદી રેષને વશ થઈ પિતાની માતાનો અનાદર કરશે, તેનું ભારે અપમાન કરશે તથાપિ એ માયાળુ માતા પિતાના તેની તરફના વાત્સલ્યને પણ શિથિલ કરશે નહીં. અહા! કે માતૃપ્રેમ! લોકિકમાં પણ કહેવત છે કે, “ગોગાત કરહરિ માતા મવતિ” પુત્ર કુપુત્ર થાય પણ માતા કુમાતા કયારે પણ થતી નથી. પવિત્ર માતા અનેક પ્રકારનાં કષ્ટો વેઠી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com