________________
[ ૫૮ ]
શ્રાવિકા
માતાઓના જ પુત્રા હતા. બાળકની બુદ્ધિ, પ્રકૃતિ અને આચરણના મુખ્ય પાયે! માતાનું શિક્ષણુ છે. એક જૈન વિદ્વાન કવિ લખે છે કે, એક વખતે પિતાના વિયેાગથી આક્રંદ કરતા અને અપાર શાક ધારણ કરતા એક શ્રાવકના પુત્રને જોઇ કેાઈ દયાળુ વિદ્વાને તેને શાંત્વન કરવાને કહ્યું હતું કે“ વત્સ! તું શાટે રૂદન કરે છે ? તારા કર્માંચાગે પિતાના વિયેાગ થયા છે, પણ જ્યાંસુધી તારી પાસે તારી વિદુષી માતા છે ત્યાંસુધી તું તારા જીવનની ચિંતા કરીશ નહિ, પિતા કરતાં તને તારી માતા વિશેષ મદદ કરશે. તારા જીવનના સન્માને દર્શાવનારી તારી માતા તને સર્વોત્તમ લાભ આપશે, તારી સારી રીતે સંભાળ રાખી તને સારી શિક્ષા આપશે અને તને ઉન્નતિના ઉત્તમ માર્ગ દર્શાવશે. તે મહાશયના આ વચનેાથી તે બાળક શાંત થયા અને આખરે માતાના શિક્ષણથી ઘણું ધાર્મિક, પરાક્રમી અને જૈનધર્મના વીર પુરુષામાં વિખ્યાત થયા.
77
ધાર્મિક અને સુશિક્ષિત શ્રાવિકા માતાના ઉત્સંગમાં રહી કેળવણી પામેલી જૈન સતીઓએ સત્કીર્ત્તિ સપાદન કરેલી છે. મનેારમા, રાજીમતી, પદ્માવતી, સુલસા, નંદયંતી, સૌંતા અને રૂકૂમિણી વિગેરે જૈનસતીઓએ આ જગત્માં જે સતીધર્મના પ્રભાવ દર્શાવ્યે છે અને જે સદ્ગુણ્ણાની સુવાસ પ્રસરાવી છે તે બધા પ્રભાવ તેમની વિદુષી માતાના જ હતા.
આજકાલ તેવી માતાઓ ઉત્પન્ન થતી નથી, તેથી જ જોઇએ તેવા સદ્ગુણવાળા અને પ્રભાવિક સતાનેા પણ શ્રાવક કામમાં થતા નથી; તેથી શ્રાવકવર્ગમાં સ્ત્રીકેળવણીની આવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com