________________
સુબેધ
[ પ ] કેટલાએક માબાપો કુલણજી બની ગજા ઉપરાંત ખર્ચ કરી પિતાનાં સંતાનને ભારે કરજના બેજામાં નાખે છે, ઘરબાર વેચી કારજવરા કરે છે, કીર્તિને માટે ધર્માદામાં માલમિલ્કત અર્પણ કરે છે અને છોકરાનું શુભ ઈચ્છતા નથી, તેઓ ખરેખર પિતાના માબાપતરીકેના કર્તવ્યથી ભ્રષ્ટ થાય છે. તેવી રીતે કદી પણ કરવું ન જોઈએ. સુજ્ઞ શ્રાવક માબાપે જે કાંઈ કરવું તે પોતાનાં સંતાનોને લાભકારક કરવું. ઉપજ કરતાં ખર્ચ ઓછો રાખી પોતાનાં સંતાન ભવિષ્યમાં કેવી રીતે સુખી થાય તેવી ચેજના કરવી “છોકરાંનાં નસીબ છોકરાં જાણે.” એમ વિચારી કીર્તિદાન કરનારા અને મેજમજામાં દ્રવ્યને ઊડાડનારા માબાપ પોતાનાં સંતાનના શત્રુરૂપ થાય છે. વિચારવંત માબાપોએ તેમ નહીં કરતાં પિતાનાં સંતાનોનું તન, મન અને ધનથી રક્ષણ કરવું. તેમને માટે ઘરબારની વ્યવસ્થા કરવી અને તેમનાં હિતમાં સર્વદા તત્પર રહેવું.
સુજ્ઞ શ્રાવક માબાપનું પ્રથમ કર્તવ્ય તેમને કેળવણી આપવાનું છે. કેળવણીરૂપ કલ્પલતાને આશ્રય કરનારા સંતાનો ભવિષ્યમાં સર્વ રીતે સુખી થાય છે. સંતાનને માટે ગમે તેટલે દ્રવ્ય વારસો મૂકી જાય, તથાપિ જ્યાંસુધી તેમને કેળવણી આપવામાં આવે નહીં ત્યાં સુધી તે વારસે નકામે છે. કેળવણી એ ભાવનાર છે. તે દ્રવ્યવારસાથી સર્વ રીતે ચડીઆત છે. જે બાળકો કેળવણી પામેલા હશે તો તેઓ ભાવવારસાના બળથી દ્રવ્યવારસાને સુધારી શકશે અને તેનો સદુપયોગ કરી તેઓ આ લેકમાં સત્કીર્તિ અને પરલોકમાં સદ્ગતિ પ્રાપ્ત કરી પિતાના શ્રાવકજીવનને સર્વ રીતે સાર્થક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com