________________
[ પ ]
શ્રાવિકા અને તેનો શો ઉપયોગ થાય તે વિષે પણ સમજુતી આપવી. તેમજ તે પવિત્ર ઉપકરણની આશાતના ન થાય તેમ તેનાવડે રમાડવું અને આ પ્રમાણે કરવાથી આશાતના થાય,. એવી બાળકને સમજણ પાડવી. અક્ષરજ્ઞાન રંગ, આકાર અને બીજા વ્યવહારના સામાન્ય જ્ઞાનને માટે તેને ગમત સાથે જ્ઞાન થાય તેવી યેજના કરવી.
બાળકને દુનિયાના પદાર્થોનું જ્ઞાન થવા માટે અને ધર્મ તથા નીતિને બંધ થવા માટે નાની નાની વાર્તાઓ કહેવી અને તેમાં જેટલું તે સમજી શકે તેટલું જ્ઞાન આપતા જવું. સંગીતવિદ્યા સર્વને ઉપગી છે અને તે બાળકને બહુ પ્રિય હોય છે, તેથી નવા નવા રાગની ટૂંકી કવિતાઓ બાળકને સંભળાવવી અને શીખવવી. વળી તે સમજી શકે તેવા દાખલાદષ્ટાંતે આપવા. જે વાર્તા બાળકની આગળ કહી હોય તે વાર્તા પાછી તે બાળક કહી બતાવે એમ કરવું. તેની આગળ બીક તથા વહેમભરેલી ભૂતપિશાચની વાત કરવી નહીં. તેવી વાત કરવાથી બાળક બીકણ અને નાહિંમતવાન થઈ જાય છે. જે વાર્તાઓ સાંભળી બાળક સ્વતંત્ર શૂરવીર, ધાર્મિક, હિંમતવાન, દયાળુ અને પરોપકારી થાય એવી વાર્તાઓ કહેવી. તે સાથે ધર્મ તથા નીતિના કલેકે, ગાથાઓ કે કવિતાએ તેને સંભળાવી યાદ રખાવવી. આ પ્રમાણે કરવાથી શ્રાવકબાળ પાંચ છ વર્ષમાં ઘણું જ્ઞાન મેળવી શકે છે. પછી સાતમે વર્ષે તેને શાળાની કેળવણીમાં જોડી દે. શાળાની કેળવણીની સાથે ધાર્મિક જ્ઞાન મેળવવાની શેઠવણ કરવી, તેથી જેમ જેમ તેને વ્યવહારિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com