________________
[ પર ]
શ્રાવિકા કમળ બુદ્ધિમાં સારા સંસ્કારે પાડવા જોઈએ. માબાપ તરફ, શિક્ષક તરફ અને ગુરુ તથા વડિલવર્ગ તરફ તેમને પૂજ્યબુદ્ધિ ઉત્પન્ન થાય તેમ કરવું જોઈએ. પિતાએ માતાના અને માતા પિતાના ગુણ બાળકની આગળ પ્રગટ કરવા, જેથી સુજ્ઞ શ્રાવકબાળના હૃદયમાં તેમની તરફ પૂજ્યબુદ્ધિ પ્રગટ થાય છે. માતાપિતા બાળકના કેવા ઉપકારી છે ? તેમના ઉપકારને બદલે બાળકથી કઈ રીતે વાળી શકાય તેમ નથી-ઈત્યાદિ સારી છાપ બાળકના હૃદયમાં પાડવી કે જેથી બાળક તેમની તરફ નમ્રતાથી અને મર્યાદાથી વર્તે.
બાળકને બાળવયમાંથી જ ધર્મના સંસ્કાર પ્રાપ્ત થાય તેવી ચેજના કરવી. નિત્ય વહેલે ઊઠી દાતણપાણી કરી દહેરે ઉપાશ્રયે જવાની અને તેનાથી બને તેવી ધાર્મિક ક્રિયા કરવાની તેને ટેવ પાડવી. અને ધર્મ કરવાથી શું થાય ? તેમ જ અધર્મ કરવાથી શું થાય? તે વિષેની અસરકારક વાત તેના કમળ મગજમાં ઉતારવી કે જેથી તેનામાં ઉત્તમ પ્રકારના સંસ્કાર બંધાઈ જાય છે કે જે સંસ્કાર જાવજીવ સુધી વિલુપ્ત થતા નથી. ધર્મના સંસ્કારની સાથે શુદ્ધ વ્યવહારના સંરકારે પણ તેનામાં આરૂઢ કરવા કે જેથી તે વ્યવહારમાં પણ નીતિ, પ્રમાણિક્તા અને સત્યતાથી વત્તી શકે.
વળી બાળકમાં તર્કશક્તિ વધે તેવી ચેજના કરવી કે જેથી તેનામાં સાર, અસાર તથા કાર્ય, અકાર્યને વિવેક ઉત્પન્ન થાય. દરેક પદાર્થ ઉપર તેનું ધ્યાન ખેંચવું તેમ જ દરેક જાતની ચિા કરવામાં તેના હેતુઓ સમજાવવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com