________________
[ ૫૦ ]
શ્રાવિકા જેવું જુએ છે તેવું જ શિખે છે. જે માબાપ બાળકના દેખતાં બીજાની સાથે ખરાબ રીતે વર્તશે અને વઢવાડ કે ગાળો આપશે તો બાળક પણ તેવું શિખશે. જ્યાં સુધી શ્રાવકમાતા કે શ્રાવકપિતા સભ્યતાથી વર્તે નહિ ત્યાંસુધી બાળકના મન પર ખરી અસર થશે નહીં. જે માબાપ કહે કાંઈ અને કરે કંઈ એવા હોય તો બાળક તેવું કરતાં શિખે છે. વળી માબાપે વિનય, વિવેક અને મર્યાદા સાથે વત્તવું અને બાળકને મધુર વચને બેલાવવું. જેમકે “ભાઈ વિનયચંદ્ર!
હેન અચરત! આવ, જાઓ બાપુ દહેરે દર્શન કરી આવે, ગુરુને વંદના કરવા ઉપાશ્રયે જાઓ અને તમારા વિદ્યાગુરુના પગમાં પડે.” આવા આવા મધુર વચનોએ બાળકને બેલાવવાથી તેના હૃદયમાં ઉમંગ આવે છે અને તેની સારી અસર થાય છે. વળી તેવા મધુર વચનથી બેલાવી બાળકની પાસે કામ કરાવવું, એટલે તે હશે હશે કામ કરશે અને તેથી તેને કામ કરવાની ટેવ પડશે. એથી કરીને પુત્ર અથવા પુત્રી ખરેખરાં આજ્ઞાંકિત બની જશે. કદી બાળક પાસે કામ કરાવતાં જે કાંઈ પ્રમાદથી તે કામ બગડે તે તેને ગાળો આપી નહીં ધમકાવતાં તેને ફરી વાર તેમ ન થવાને માટે સૂચના આપવી અને મધુર વચનોથી તેને સારી સમજુતી આપવી. આથી તે બાળક ફરી વાર તેવી ભૂલ કરશે નહીં. તેમ કરતાં જે તે ફરી વાર એવી ભૂલ કરે તે માતાએ પોતાના ચહેરા ઉપર દિલગીરી દેખાડવી અને તેને કહેવું કે –“બાપુ! આમ વારંવાર કરીશ તે આપણને નુકશાન થશે, માટે હવેથી સંભાળીને કરજે.” માતાના મુખ ઉપર ખેદ જોઈ બાળક જાણશે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com