________________
સુબોધ
[ ૫૧ ] મેં આ ખોટું કર્યું, હવે ફરી વાર કદી પણ તેમ કરવું નહીં. આ વખતે માતાએ મુખ ઉપર ઝાઝી વાર ખેદ ન બતાવતાં તરત હસી પડવું એટલે માતાને ક્ષમાશીલ સ્વભાવ જોઈ તે બાળકના મનને ક્ષોભ નહીં થાય અને તેથી તેનામાં રોઈ પડવાને કે હઠ પકડવાને દુર્ગુણ આવશે નહીં. પછી તે સદ્દગુણ બાળકને માબાપ જે જે શિખામણ આપશે તેમાં તે પૂરતું ધ્યાન આપશે.
બાળકને અમર્યાદપણે કે અવિવેકે વર્તવાની કુટેવ પડવા દેવી નહીં. કેટલાએક મૂર્ખ માબાપ બાળકને નઠારા પ્રવર્તનમાં જોડે છે, તેથી બાળક દુર્ગણ બની જાય છે. જેમકે “બેટા ચીમન ! આ તારા મામાને લાકડી માર, આ તારી બાને ગાળ આપ, આ તારા કાકાને કાન પકડી લે.” આવી આવી વિપરીત શિક્ષા આપનારા માબાપ પોતાના બાળકને દુર્ગુણ બનાવે છે, તેથી કદી હાસ્યમાં પણ એવી નઠારી કુટેવ પાડવી નહીં; તેમ જ અપશબ્દ, ગાળો અને જૂઠું બેલતાં બાળકને શિખવવું નહીં. જે બાળકને કેઈ જાતની કુટેવ પડી તે પછી તે મોટપણે પણ જતી નથી. તેનું કટુફળ છેવટે માબાપને ચાખવું પડે છે. દુર્ગણી સંતાને તરફથી જ્યારે માબાપને સતામણી થાય છે ત્યારે તેમને ભારે પસ્તા કરે પડે છે. આ વખતે તેઓ “છોકરે બગડી ગયે” એમ કહી તેના અવગુણે ગાય છે, પણ તેનું મૂળ કારણ પોતે જ છે એવું તેઓ સમજતા નથી.. તેથી સુજ્ઞ શ્રાવક માતાપિતાએ જે પોતાને સુખી થવું હોય અને પોતાના સંતાનને સુખી કરવા હોય તે તેમણે પ્રથમથી જ બાળકને સુધારવા કાળજી રાખવી જોઈએ. બાળકોની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com