________________
સુબોધ
[ ૫૩ ] એટલે તેની તર્કશક્તિ વૃદ્ધિ પામશે. આમ કરવાથી બાળક જ્યારે કઈ વસ્તુ જેશે ત્યારે તેના હૃદયમાં તેના ખુલાસાને માટે પ્રશ્ન ઉત્પન્ન થશે. “આ પદાર્થ શું છે? આમ કરવાથી શું થાય? અને આમ કરવાનું શું કારણ છે?” એવા એવા પ્રશ્નો બાળક પોતાની મેળે કરશે અને તેને ખુલાસો મેળવવાનો પ્રયત્ન કરશે. આથી તેનામાં સારાસાર તથા કાર્યાકાર્યનું જ્ઞાન સ્વત: પ્રગટ થઈ આવશે. કદી બાળક પોતાની અલ્પ બુદ્ધિને લઈને કેઈ નઠારા પદાર્થ ખાવાની કે લેવાની ઈચ્છા કરે તો તેને તેના લાભાલાભ વિષે જણાવવું એટલે તેને સમજણ પડશે કે– આ વસ્તુ ત્યાગ કરવા યોગ્ય છે અને આ વસ્તુ ગ્રહણ કરવા યોગ્ય છે. આ પ્રમાણે દરેક પદાર્થની સમજુતી પાડવા સાથે તેને વિનયને ગુણ વધારે શિખવ. વિનયમૂળ જૈનધર્મ છે અને વિનયથી બધા ગુણે શોભી ઊઠે છે, તેથી સર્વ ગુણેને દીપાવનાર વિનયગુણ બાળકના હૃદયમાં વિશેષતાએ સ્થાપિત કર.
હવે બાળકને કેવી રમતમાં જોડવું ? તેને માટે માતાપિતાએ ઘણું જ ધ્યાન આપવાનું છે. જે રમત રમતાં કોઈ પ્રાણુની હિંસા થાય તેવી રમતથી બાળકને દૂર રાખવું, તેમ જ દરેક રમત યતનાપૂર્વક રમે તેમ કરવું. જે માબાપની સ્થિતિ સારી હોય છે જેમાંથી ધાર્મિક અને કળાકૈશલ્યનું જ્ઞાન થાય તેવી ચીજે સાથે બાળકને રમાડવું. જેમકે, એકેંદ્રિય, બેઈદ્રિય વગેરે જીવોના ચિત્ર બતાવી તેની સમજુતી આપવી. તે સિવાય ધર્મના, ધર્મગુરુના અને જ્ઞાન સંબંધી ઉપકરણના રમકડા કે ચિત્ર બાળકને બતાવવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com