________________
સુબોધ
[ પ પ ] જ્ઞાન મળતું જાય છે તેમ તેમ ધાર્મિક જ્ઞાનમાં પણ તે પ્રવીણતા ધરાવતે જાય છે. એમ કરવાથી તેને પૂરેપૂરી કેળવણી મળે છે. પ્રથમ સ્વભાષાની કેળવણી આપવી અને પછી સંસ્કૃત, અંગ્રેજી વગેરે બીજી ભાષામાં પ્રવેશ કરાવે.
અહીં દરેક શ્રાવક માબાપોએ યાદ રાખવું કે, જે કેળવણી લીધાથી છોકરા કે છોકરીના હૃદયમાં અવળા સંસ્કાર પડે અથવા મિથ્યાત્વ વધે તેવી કેળવણું આપતાં ઘણું સંભાળ રાખવી. તેમ જ જેથી બાળકના મગજ ઉપર બોજો પડે
એવી કેળવણું પણ એકીસાથે ન આપવી, તેમ કરવાથી બાળકના જ્ઞાનતંતુ નબળા પડી જાય છે અને તેની અસર શરીર ઉપર થવાથી બાળક નબળું થઈ જાય છે.
આજકાલ રાજભાષા અંગ્રેજી છે, તેથી તેની કેળવણી લેવાની આવશ્યકતા છે, તથાપિ તે વિદ્યાના સંસ્કાર બળવાન ન થાય અને બાળકમાં નાસ્તિકતા ન આવે તેને માટે કાળજી રાખવી. શ્રાવકના સંતાનને બીજી ગમે તે કેળવણી આપવામાં આવે તથાપિ તેમને ધર્મની કેળવણી તે જરૂર આપ્યા કરવી કે જેથી તેનામાં ધર્મસંબંધી શ્રદ્ધા મજબૂત રહે અને શ્રાવક તરીકેની રહેણી-કરણીમાં કઈ જાતને ફેરફાર ન થાય.
શ્રાવકના પુત્ર અને પુત્રીઓને જેમાંથી ધર્મ તથા નીતિને બોધ મળે તેવાં પુસ્તકો વંચાવવાને શેખ વધારો અને તેવી ધાર્મિક મંડળીઓમાં તેમને જોડી દેવા. અભ્યાસી જૈન બાળકોને શિક્ષાગુરુના તથા શિષ્યના કર્તવ્ય વિષે સારે બધ આપે. તે સાથે કેળવણીના હેતુઓ સચવાય તેવી ગોઠવણ કરવી. કેળવણેના હેતુઓ એવા છે કે, જેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com