________________
સુબોધ
[ ૪૯ ] એક નમૂને બને છે, કારણ કે માતાનું શિક્ષણ બાળકના હદય ઉપર સારી છાપ પાડી શકે છે. બાળક જેવું ઘરમાં દેખે તેવું શિખે છે, તેથી તેના જીવનને પાયે ત્યાંથી જ બંધાય છે. સ્તનપાનથી આરંભીને એગ્ય વય સુધી બાળકનું શિક્ષણ માતાની ઉપર જ આધાર રાખે છે. બાળકને જન્મતાંવેંત જ માતાની પાસેથી શિક્ષણને કમ પ્રાપ્ત થાય છે. સ્તનપાન કરવું, નેત્રથી માતાને ઓળખવી અને માતાને સ્વર ઓળખે એ બધી કેળવણી બાળક ક્રમે ક્રમે સંપાદન કરતે જાય છે. અહીંથી જ બાળકને સારા કાર્ય તરફ વાળવાનું ધ્યાનમાં રાખવું. જમ્યા પછી રસના, સ્પર્શના, ઘાણ વગેરે તેની ઇંદ્રિયે જેમ જેમ જાગ્રત થતી જાય તેમ તેમ તન, મન અને ઇન્દ્રિયના વધવા સાથે તેની નકલ કરવાની શક્તિ પણ સાથે જ વધવા માંડે છે. આ સમય તેના શિક્ષણને માટે ખરેખર ઉપયોગી છે. સદગુણ શ્રાવકમાતાએ શિક્ષણને આરંભ આ વખતે જ કરવાનું છે. પ્રથમ તે તેને સભ્ય, વિનીત, વિવેકી, મર્યાદશીલ, નમ્ર અને સુઘડ બનાવવા યત્ન કરો. તે સાથે ધર્મ તરફ તેના હૃદયને આકર્ષતા જવું. હરકોઈ આવતા જતા સાથે કેવી રીતે વર્તવું? એ શિક્ષણ ઉપર માતાએ સર્વ રીતે લક્ષ આપવાનું છે. જે તે ઉપર પૂરતું લક્ષ આપવામાં આવે તો વિનયી શ્રાવકબાળ બીજાની સાથે વિનય અને વિવેકથી વર્તતાં શિખે છે. પોતાના બાળકને વિનીત અને નગ્ન કરવાને માટે માબાપોએ તેના દેખતાં બીજાની સાથે સારી રીતે વિનયથી વર્તવું અને સર્વની આગળ સભ્યતા બતાવવી; કેમકે બાલકે પોતાના માતાપિતામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com