________________
સએપ
[ ૪૭ ]
વિદ્યાકળામાં કુશળતા મેળવે છે અને વિવિધ પ્રકારની યાંત્રિક કળાએના ખળથી ભારતની ભવ્ય લક્ષ્મીને આકર્ષે છે. આ બધા પ્રભાવ ત્યાંની સ્ત્રીએની સારી સ્થિતિના જ છે. ત્યાંની રમણીએને સર્વ પ્રકારે આદરસત્કાર અને માન મળે છે. ત્યાંની દારાઓને દરજ્જો ઘણું ઉત્તમ ગણાય છે. તેમને વસ્ત્રાભૂષણાથી સતાષવામાં આવે છે. ત્યાંના વિદ્વાન પુરુષા તેમને યથાર્થ રીતે અર્ધાંગના માને છે. આથી એ સાર્વ ભૌમના દેશ સંપત્તિથી ભરપૂર છે અને સર્વ રીતે સુખી છે, માટે પેાતાના દેશને તથા કુળને ઉત્તમ સ્થિતિમાં મૂકવાની ઇચ્છા રાખનારા પુરુષે તા પેાતાની વિવાહિત પત્ની પર જ નિ:સ્વાર્થ પ્રેમ રાખવા અને તેને સર્વ રીતે સુખી રાખવી.
પેાતાની વિવાહિત શ્રાવિકાને સુખી રાખનારા શ્રાવકપતિ કેવા સુખી થાય છે, તેને માટે એક જૈન કવિ સંક્ષિપ્ત કવિતા લખે છેઃ— यः श्रावकः श्रावकधर्मरक्तः पत्नीं स्वकीयां सुखिनीकरोति । सम्यक्त्वधर्मे परिवर्त्तमानः स संसृतौ सर्वसुखान्युपैति ॥ १ ॥
“ જે શ્રાવક શ્રાવકધમ ના રાગી થઇ પેાતાની પત્નીને સુખી કરે છે અને સમ્યક્ત્વ ધર્મમાં વર્તે છે, તે આ સંસારમાં સર્વ પ્રકારના સુખાને સંપાદન કરે છે. ”
તેથી સુજ્ઞ શ્રાવકે પેાતાની વિવાહિત શ્રાવિકા પત્ની સાથે જ સઘળા વ્યવહાર રાખવા જોઈએ અને તેણીને સર્વ પ્રકારે સુખી કરી તેમજ આ લેાકવ્યવહારના ઉત્તમ માર્ગનું પાલન કરી પેાતાના સમ્યક્ત્વ ધર્મને સારી રીતે દીપાવવા જોઇએ. એ જ શ્રાવકજન્મની સંપૂર્ણ સાથે કતા છે. શાસનદેવતા શ્રાવકસમૂહને તેવી સત્બુદ્ધિ આપેા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com