________________
s
[ ૪૬ ]
શ્રાવિકા જે થોડું જ્ઞાન હોય તે તે વધારવાને તેણીને ધર્મ, નીતિ અને વ્યવહારિક જ્ઞાનનું શિક્ષણ આપી સુશિક્ષિત કરવી. જુઓ ! જેનધર્મના પ્રાચીન ઈતિહાસમાં પૂર્વની જેમ સતીએ પોતાના પતિના સહવાસથી સુશિક્ષિત બની હતી. દ્રૌપદી, ગાંધારી અને પદ્માવતીના હૃદયમાં જે જ્ઞાનકળા પ્રગટી હતી, તે તેમના પતિઓને જ પ્રભાવ હતો. તે મહા સતીઓએ ભારતમાં જે સતીધર્મનો પ્રભાવ દર્શાવ્યો હતો તેનું કારણ તેના પતિ તરફનું ધર્મ તથા નીતિનું શિક્ષણ હતું. આ ઉપરથી સિદ્ધ થાય છે કે, પોતાની સહચારિણ કુલીન કાંતાને કેળવાયેલી કરવી એ બન્નેને લાભકારક છે. આ ઉત્તમ લાભ શા માટે ગુમાવ? આ સંસારમાં સત્ય સખારૂપ શ્રાવિકાને નિરક્ષરા રાખવી અને દુઃખ દેવું એ તે પિતાને, પોતાના કુટુંબને અને આખી ભારતની જેનકોમને નિરક્ષર અને દુઃખી રાખવા જેવું છે. જે દેશમાં કે જે નગર કે કુટુંબમાં ગૃહિણવર્ગ સારી સ્થિતિમાં હશે, તે દેશ કે તે કુટુંબ સર્વ રીતે સુખી અને આબાદ હશે.
જ્યાં વનિતાઓની સ્થિતિ ખરાબ હોય, ત્યાં કુટુંબ તથા તે દેશની સ્થિતિ સારી હોતી નથી. કારણ કે સંતતિને સર્વ પ્રકારને ઉદય માતા તરફથી થાય છે. સાક્ષરા શ્રાવકમાતા પિતાનાં સંતાનોને સાક્ષર કરી શકે છે. આપણી રાજ્યકત્રી પશ્ચિમની પ્રજાને વ્યવહાર જુઓ. તેઓને સાંપ્રતકાળે જે ઉદય છે, તેનું કારણ તે દેશની સ્ત્રીઓની સ્થિતિ સારી છે તે છે. યુરોપની યુવતિઓને તેના પતિઓ પ્રધાન ગણે છે અને તેમનાથી જ સંતતિને ઉદય માને છે. તેથી અત્યારે એ દેશ સુવર્ણભૂમિ થઈ પડ્યો છે. ઈગ્લાંડની યુવતિઓનાં સંતાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com