________________
શ્રાવિકા થતી જાય છે. જ્યાં સુધી શ્રાવિકાઓ કેળવણી લઈ સુધરશે. નહીં, ત્યાં સુધી શ્રાવકને કેવળ સુધારો કે જ્ઞાન કશા ઉપ
ગનાં નથી. ગમે તેવા મંડળે બંધાય, ગમે તેવા સમાજે સ્થપાય અને ગમે તે જ્ઞાનનો ફેલાવો થાય, પણ જ્યાં સુધી શ્રાવિકાઓના હૃદયમાં જ્ઞાનામૃતની ધારા વહેશે નહીં ત્યાં સુધી તે બધી જનાઓ નિષ્ફળ થવાની છે. જ્યારે શ્રાવક અને શ્રાવિકા બંને વિદ્યાના સંસ્કારથી સુધરી પરસ્પરની ફરજ બજાવશે ત્યારે જ તેમની વચ્ચેના પવિત્ર પ્રેમને રંગ જામશે અને ત્યારે જ સર્વ પ્રકારે સુખસંપત્તિ સંપાદન થશે, પરંતુ જ્યાં શ્રાવકપનીમાં એક શિક્ષિત અને એક અશિક્ષિત હોય ત્યાં તેમનાં હૃદયની પ્રેમગ્રંથિ બંધાશે નહીં વિદ્વાન શ્રાવકનું હૃદય અજ્ઞાન સ્ત્રી ઉપર ઠરતું નથી અને વિદુષી શ્રાવિકા અજ્ઞાન પતિથી પ્રસન્ન થતી નથી. એથી તે ડું કજોડાનું ઉપનામ પ્રાપ્ત કરી યાજજીવિત દુઃખી થાય છે. તેને માટે એક સંસ્કૃત કવિ લખે છે કે – . यदि ज्ञानवती नारी, अज्ञानः पुरुषो भवेत् ।
न तत्र दंपतीधर्मो, न प्रेम न सुखं भवेत् ॥ १॥
“જ્યાં સ્ત્રી ભણેલી હાથ અને પુરુષ અભણ હોય ત્યાં દંપતી સ્ત્રી પુરુષને ધર્મ, પ્રેમ અને સુખ હતા નથી. ”
જ્યાં એક ભણેલ અને એક અભણ, એક ચતુર અને એક જડ, એક ઉદ્યોગી અને એક આળસુ, એક સુઘડ અને એક ગંદુ, એક સદાચારી અને એક દુરાચારી, એક વિવેકી અને એક અવિવેકી, એક નમ્ર અને એક ઉદ્ધત, એક આસકત અને એક વિરક્ત અને એક ધમી અને એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com