________________
[ કર ]
શ્રાવિકા श्राविकाः साश्रुवदना, यत्र नित्यं रुदंति च । न तत्र सुखवंतः स्युः, श्रावका गृहधर्मिणः।।
જ્યાં શ્રાવિકાઓ મુખપર આંસુ લાવી રૂદન કરે છે, ત્યાં ગૃહસ્થધમી શ્રાવકે સુખી થતા નથી.”
આથી ગૃહસ્થ શ્રાવકે પોતાના ઘરમાં રહી પોતાની સ્ત્રીને કષ્ટ આપવું ન જોઈએ. વળી લૈકિકમાં પણ કહેવાય છે કે“સર્જિતા સૈા સક્ષ્મી ચાહતા હૈ ચંહિતા”
“ પિતાની સ્ત્રીનું લાલન કરવાથી તે ઘરની લક્ષ્મીરૂપ થાય છે અને તેણીને તાડન કરવાથી તે ચંડી–નાશકારક થાય છે.” કુલીન કામિની કુળને આભૂષણરૂપ કહેલી છે અને તેનાથી શ્રાવકોને ગૃહસંસાર દીપી નીકળે છે. જે કુળમાં સ્ત્રીઓ પ્રસન્ન અને પ્રેમાળ રહે છે, તે કુળ સર્વથી શ્રેષ્ઠ ગણાય છે. આવા વિદ્વાનોના વચને સ્મરણમાં રાખી સુજ્ઞ શ્રાવકે પિતાની વિવાહિતા સ્ત્રીને દુઃખ આપવું ન જોઈએ.
કુલીન શ્રાવકકન્યાના વિવાહ વખતને પવિત્ર વિધિ સર્વ શ્રાવક પુરુષોએ મનન કરવા જેવો છે. અન્યમતિઓના પાણિગ્રહણમાં તે માત્ર દેવ, બ્રાહ્મણ, અગ્નિ અને લોકોની સાક્ષી છે ત્યારે જેન વિવાહવિધિમાં ઘણુની સાક્ષીએ વિવાહ સંબંધ બને છે. સુશિક્ષિત શ્રાવકકુમાર જ્યારે અગ્નિનો બીજો ફેરે ફરે છે ત્યારે ગૃહગુરુથી ઉચ્ચારાતા મંત્રમાં ઘણી સાક્ષીઓ દર્શાવેલી છે. તે વખતે ગૃહસ્થગુરુ કહે છે કે “તમારે સ્ત્રીપુરુષને સંબંધ સિદ્ધ, કેવળી, ચતુર્નિકાયદેવ, વિવાહવિધાન
અગ્નિ, નાગકુમાર, નરનારી, રાજા, લેકે, ગુરુ, માતા, પિતા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com