________________
સુબોધ
[ ૪૧ ] વચનને તોડનાર છે. એથી તે માર્ગાનુસારી કહેવાતો નથી. જે જ્ઞાતા અને સમકિતધારી કુલીન શ્રાવક છે તે પિતાના પ્રાણ જાય તો પણ વિવાહ વખતે કહેલા ગૃહસ્થગુરુના વચનનો ભંગ કરતો નથી. તે પિતાની વિવાહિત સ્ત્રી સિવાય બીજી સ્ત્રી પર ભાવ લાવતા નથી. તે સર્વદા સ્વદારસંતોષ વ્રતને ધારણ કરનારા હોય છે. આ પ્રસંગે દરેક સુજ્ઞ શ્રાવકે જાણવું જોઈએ કે જેવી રીતે સ્ત્રીને એકપતિવ્રત છે, તેવી જ રીતે પુરુષને પણ એપત્નીવ્રત છે. જેમ કુલીન શ્રાવિકા પિતાના પતિ સિવાય બીજા પુરુષ તરફ દષ્ટિ કરતી નથી તેમ કુલીન શ્રાવકે પણ પિતાની પત્ની સિવાય બીજી સ્ત્રી તરફ દષ્ટિ ન કરવી. જેમ સગુણ શ્રાવિકાએ રૂપ, ગુણ અને શિયળથી પિતાના શ્રાવકપતિને જ ઉત્તમ ગણ જોઈએ, તેમ શ્રાવકે પણ પોતાની એક વિવાહિત પત્નીને જ રૂપ, ગુણ અને શિયળથી ઉત્તમ ગણવી જોઈએ. શ્રાવિકાને જેમ પતિવ્રત પાળવાનું કહેવું છે તેમ શ્રાવકને પણ સ્વદારસંતોષવ્રત પાળવાનું કહેલું છે. શ્રાવક અને શ્રાવિકા પરસ્પર સરખા હક્કવાળા છે. ગૃહવ્યવહારરૂપ શકટના તે બંને ધુરંધર છે. ઉભયના વેગથી જ શ્રાવકસંસારરૂપ શકટ ચાલે છે અને તેઓ તેમાં પરસ્પર એક બીજાના આધારરૂપ છે.
કેટલાએક અજ્ઞાન શ્રાવકાભાસે પિતાની સ્ત્રીને ત્યાગ કરી દે છે, વગરકારણે તેને દુઃખ આપી રીબાવે છે, તેઓને પાપકર્મને બંધ થાય છે. કેઈ અલ્પમતિ બીજા વિધ્રુસંતોષી લેકેના કહેવાથી અથવા પિતાને કુળમદથી સ્ત્રીને અનેક જાતના કષ્ટ આપે છે, તે પરિણામે સુખી થતું નથી. એક જૈન કવિ નીચેને બ્લેક લખે છે– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com