________________
[ ૨૬ ]
શ્રાવિકા વિદ્યા, મારું ચાતુર્ય, મારું ડહાપણું, મારું રૂપ અને મારા ગુણ એ સર્વ નકામું છે. મારી વિદ્યાની, ચાતુર્યની, ડહાપણની, રૂપની અને મારા ગુણની સાર્થકતા ત્યારે જ થવાની કે જ્યારે તમે મને તમારા પ્રેમની અને સુખદુ:ખની ભાગીઅણ બનાવશે.” આવાં મધુર વચને બોલનારી, સારી સમજણ ધરાવનારી, સુઘડ, પ્રેમી અને પોતાના પતિને પ્રસન્ન કરનારી જે શ્રાવિકા હશે તે પોતાના શ્રાવક પતિને કેમ પ્રિય નહીં થાય?
પતિવ્રતા શ્રાવિકાએ પતિની આજ્ઞા વિના કાંઈ પણ કાર્ય કરવું નહીં. કયાંઈ ઘરની બહાર જવું હોય તો પતિની રજા મેળવ્યા વિના જવું આવવું નહીં. કદી કમેગે પતિ
ગિષ્ટ, બહેરે, આંધળો, લંગડે, અચતુર કે કપિ મળે હોય અથવા બીજી કઈ ખામીવાળે હોય તે પણ તેના ઉપર ભાવ રાખીને શુદ્ધ હદયથી તેની સેવા કરવી. એ શ્રાવિકાઓને સનાતન ધર્મ છે. વિવાહ કર્યા પહેલાં સર્વ રીતે નિર્દોષ અને ખામી ખેડ વગરને પતિ શોધવો અને પતિને માટે જેટલી કરવી ઘટે તેટલી ચેકસાઈ કરવી, પણ લગ્ન થયા પછી જે પતિ મળ્યા હોય તેવામાં સંતોષ માની તેને પરમ પૂજ્ય ગણી તેની પરિચર્યા કરવી. કહ્યું છે કે –
જે નારી નિજ નાથને, ગણે દેવ સમ આપ; તે નારી આ જગતમાં, ધરે સતીની છા૫.
આ ગૃહસંસારરૂપ મહેલના શ્રાવિકા અને શ્રાવક–એ બે સ્તંભ છે. તેમાં મુખ્ય અને સર્વ પ્રકારને ટેકે આપનાર સ્તંભ પતિ છે અને બીજે તેને આધારે રહેલે સ્તંભ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com