________________
સુબોધ
| [ ૨૫ ] પિતાની પાસે કદી પિયરના કે સાસરાના ઘરનાં આભૂષણે હોય અથવા બીજી કાંઈ રેકડ હોય તો તે પતિને અર્પણ કરી દેવી અને તેને નાણાંની ભીડમાંથી બચાવવો. કદી પતિને શરીરે વ્યાધિ થયો હોય અને ઘરવ્યવહાર ચલાવવાને બીજે આધાર ન હોય તો કુલીન શ્રાવિકાએ જે પોતાની પાસે કાંઈપણ હોય તો તે પતિને નિવેદન કરવું. કદી જે પોતાની ભૂલ થઈ ગઈ હોય તો તે પતિથી છુપાવવી નહીં. પતિની પાસે જઈ તે કબૂલ કરી તેની ક્ષમા માગવી. વિશ્વાસી પતિને જૂઠું બોલી છેતરો નહીં. તેની આજ્ઞાને સર્વથા આધીન થવું. ધર્મ તથા ગૃહવ્યવહારનાં દરેક કાર્યોમાં શ્રાવિકાએ પોતાના પતિને સહાય આપવી. ટૂંકામાં એટલું જ કે, શ્રાવિકાએ પોતાના શ્રાવક પતિને સર્વ રીતે સંતોષ આપે અને નિર્મળ અંત:કરણ રાખી વિશ્વાસપાત્ર બનવું. કેળવણી પામેલી શ્રાવિકા પોતાના શ્રાવક પતિને કહે કે “ સ્વામી ! આ સંસારમાં મારા સર્વ સુખને આધાર તમારી ઉપર છે. મારાં માતાપિતા તે મને જન્મ આપનારાં છે અને બાલ્યવય પૂર્ણ થાય ત્યાંસુધી પાળનારાં છે, પણ મારા બાકીના જીવનને કાળ તે તમારા સહવાસમાં જ ગાળવાને છે, માટે મારા સુખે સુખી અને દુઃખે દુઃખી થનારા તમે જ છે. મારે સત્ય સંબંધી અને પવિત્ર સ્નેહી તમારા સિવાય કોઈ બીજે નથી. તમારા તરફથી અથવા કર્મના વેગથી આપણા ઉપર દુઃખ આવી પડે તે પણ હું તમારી જ છું. મારા પ્રાણ, મારું ધન અને મારું સર્વસ્વ તમે પિતે જ છે હે પ્રિયપતિ!
જ્યાં સુધી હું તમારી પ્રેમપાત્ર બની નથી ત્યાં સુધી મારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com