________________
સુબેધ
[ ૧૭ ] પત્ની છે. એ બને તંભને આધારે આ ગૃહસંસારરૂપ મહામહેલ ઊભું રહે છે. તે બેમાંથી જે એક સ્તંભ તૂટી જાય તો એ મહેલ ક્ષણવારમાં તૂટી પડે છે. વળી ગૃહરૂપી ગાડીના સ્ત્રી અને પુરુષ–એ બે ચક ( પૈડાં ) છે. તે ચક્રથી તે ગૃહરૂપ ગાડી ઘણી સારી રીતે ચાલે છે. તેમાં ખરેખરું ચક્ર પતિ છે કે જેના આધારે બીજા ચક્રને ગતિ મળે છે. તેમ વળી ગૃહસંસાર એક રાજ્યરૂપ છે અને તેમાં પુરુષ મુખ્ય રાજા છે અને સ્ત્રી તેને કારભારી છે. તે કારભારીએ રાજાની આજ્ઞામાં રહીને કામ કરવાનું છે અને ક્ષણે ક્ષણે રાજાની મરજી સાચવી ચાલવાનું છે. વળી તે સ્ત્રીરૂપ કારભારીએ, રાજાને આધીન રહી તેની સેવા કરવી અને તેના હિતમાં સદા કાળજી રાખવી એ તેને કર્તવ્ય ધર્મ છે. સગુણ શ્રાવિકાએ સમજવાનું એ છે કે, પોતાના સર્વ સુખને આધાર અને પિતાના ભાગ્યનો સૂર્ય પતિ જ છે અને તેનાથી જ પોતે સનાથ અને સુશોભિત છે. એક પ્રસંગે શ્રી હેમચંદ્રસૂરિ નીચે પ્રમાણે લખે છે –
रमणी रमणीयापि, रमणेन विवर्जिता । शर्वरीव शशांकेन, रहिता न विराजते ॥१॥
અર્થ–સ્ત્રી ઘણું રમણીય હોય પણ ચંદ્ર વિના જેમ રાત્રિ શોભે નહીં, તેમ તે પતિ વિના શેભતી નથી. ૧
આ ઉપરથી જણાય છે કે સ્ત્રોની રમણીયતા તેના રમણની સાથે જ છે. જુઓ ! જેન સતીઓએ પોતાના સતીધર્મમાં કેવાં પ્રવર્તન કર્યા છે? કેવા સદાચરણ આચર્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com