________________
[ ૩૮]
શ્રાવિકા
શ્રાવિકા ગ્રહની વ્યવસ્થાપક છે. પુરુષ લક્ષમીને ઉપાર્જન કરી શકે છે પણ ગૃહકાર્યમાં તેની વ્યવસ્થાપક પેજના કરનારી સ્ત્રી છે. જે સ્ત્રી, ઉડાઉ કે ઘરની દરકાર નહીં રાખનારી હેય, તે પુરુષના ઘરની સ્થિતિ બંધાતી નથી. પુરૂષને ગૃહસંસાર ઉન્નતિમાં આવતો નથી, માટે ગૃહકાર્યમાં સ્ત્રીને પ્રધાનતા આપવાની આવશ્યકતા છે. એક કવિ તેને માટે પિતાના મહાકાવ્યમાં લખે છે કે –
“પ્રાયો પૃષ્ણ જે પુરીનાં પ્રધાનતા” | “પ્રાયે કરીને ઘરના કામમાં સ્ત્રીઓની જ મુખ્યતા છે.”
આથી જ વિદ્વાન સ્ત્રીને પુરુષની અર્ધાગના કહે છે. જેમ અધું અંગ ખેટકાયું હોય તે પુરુષને સઘળો વ્યવહાર અટકી પડે છે, તેમ જે સ્ત્રી અનુચિત અને દુઃખી હશે તે પુરુષને કદી પણ સુખ મળવાનું નહીં. તેથી સુજ્ઞ પુરુષે પોતાની સ્ત્રીને તન, મન અને કર્મથી પોતાના જ પ્રાણ સમાન ગણવી. તેથી જ તે જગતમાં પ્રાણપ્રિયા કહેવાય છે. મહિલા એ પુરુષને સાચો મિત્ર છે. જેમ મિત્ર તરફથી સર્વ પ્રકારની સહાય મળે છે અને વિપત્તિને વખતે તે સાથે ઊભું રહે છે, તેવી રીતે સ્ત્રી પણ સર્વ પ્રકારની સહાય આપનારી અને વિપત્તિને વખતે સહચારિણે થાય છે. ધૈર્ય, ડહાપણ અને હિંમત વગેરે અનેક ગુણોથી ભરપૂર એવી ભાર્યા પતિને આપત્તિમાંથી ઉદ્ધાર કરી શકે છે. આપત્તિથી દિમૂઢ અને શૂન્ય થઈ ગયેલા પુરૂષને સદ્દગુણ શ્રાવિકા હિંમત અને દિલાસો આપે છે. હૃદયના અંધકારમાં મગ્ન થઈ ગયેલા શ્રાવપતિને તેના દ્વારને ઉત્તમ માર્ગ દર્શાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com