________________
પ્રકરણ ૫ મું
શ્રાવકને શ્રાવિકાપત્ની પ્રત્યેનો ધર્મ
શ્રાવિડ સન”—શ્રાવિકાઓ ઘરની લહમીરૂપ
છે. ગૃહવ્યવહારરૂપ યંત્રને ચલાવનારી શ્રાવિકા છે અને તેનાથી જ ઘરની શોભા છે. શ્રાવકના બધા સુખને આધાર શ્રાવિકા પર જ છે. વંશની તથા કલ્યાણની વૃદ્ધિ કરનારી શ્રાવિકાથી જ શ્રાવકસંસાર દીપે છે. તેથી જ નીતિશાસ્ત્ર જણાવે છે કે પુરુષે પોતાની વિવાહિત સ્ત્રીને અન્ન, વસ્ત્ર, આભૂષણ વગેરેથી કઈ પ્રકારે ન્યુન નહીં રાખતાં સર્વ પ્રકારે સંતોષી તેને સત્કાર કરો. તેનું સંરક્ષણ કરવું, તેના પર પવિત્ર પ્રેમ રાખવે, તેણીનું હિત કરવું અને તેના પર વિશ્વાસ રાખવો. ગૃહની શોભારૂપ શ્રાવિકાને શ્રાવકે કદી પણ અનાદર કે તિરસ્કાર કરવો નહીં. તે પતિની દાસી થઈને રહે છે, તથાપિ તેને દાસી ગણવી નહીં. તેને તે ગૃહલક્ષમી અને આ સંસારરૂપ સાગરને તરવાની નાવિકા માનવી. શ્રાવક એ શ્રાવિકારૂપ નિકાને આધારે આ સંસારસાગરને સહેલાઈથી તરી જાય
છે. શ્રાવિકા ઘરને પ્રમાણિક કારભારી છે. વ્યવહારના મહા મને મંત્રી છે અને આ ભવસાગરમાં સુખદુઃખને સાથી છે. સદ્દગુણ શ્રાવકે તેની સાથે પવિત્રતાથી વર્તવું જોઈએ.
તે સ્ત્રી છે, એક બૈરી છે.” એવું માની તેને હલકી કે પિતાથી ન્યૂન ગણવી નહીં. જે શ્રાવક ગૃહપતિ છે, તેવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com