________________
[ ૩૦ ]
શ્રાવિકા સ્થિતિમાં સંપૂર્ણ સંતોષ માન. પોતાના પતિ તરફથી અન્ન, વસ્ત્ર અને આભૂષણ વગેરે જે કાંઈ તેની સ્થિતિ પ્રમાણે મળે તેને ભેળવી તેમાં જ સંતેષી રહેવું. પોતાના વિવાહિત શ્રાવક પતિ સિવાય બીજે પુરુષ ગમે તો પૃથ્વી પતિ હોય, કામદેવથી પણ અધિક સ્વરૂપવાનું હોય, ચતુર હોય, બુદ્ધિવાળે હાય, તરુણ હોય અને માટે બળવાન હોય અથવા તેના તરફથી ચકવત્તાની સંપત્તિને બધો વૈભવ મળતો હોય તે પણ તેને કાકવિણા સમાન તુચ્છ ગણો તેના સામી દષ્ટિ પણ કરવી નહીં. એવા વ્રતને સતીવ્રત કહે છે અને તેવું વ્રત રાખનારી શ્રાવિકા આ લેક તથા પરલેક બનેનું સુખ ભોગવે છે. પતિવ્રતા સતી શ્રાવિકાએ પોતાના પ્રાણાંત સુધી પણ પોતાનું પતિવ્રત છોડવું નહીં. આહંતુશાસ્ત્ર ઉપદેશ કરે છે કે, દરેક શ્રાવક તથા શ્રાવિકાએ આ જગતના સર્વ પદાર્થો તરફ અનિત્ય ભાવના ભાવવી. અનિત્ય ભાવના ભાવવાથી તેને માલૂમ પડશે કે જગતના સર્વ પદાર્થો નાશવંત છે. ફક્ત એક ધર્મ જ અવિચળ સુખ આપનાર છે, તેથી એ સર્વોત્કૃષ્ટ છે. એ સર્વોત્કૃષ્ટ ધર્મ પાળવે એ જ પતિવ્રતા શ્રાવિકાનું કામ છે, કેમકે મૃત્યુ પામ્યા પછી આ જગતના સર્વ પદાર્થો અહીં પડયા રહે છે, ફક્ત ધર્મ કે અધર્મ જે કરેલ હોય તે જ સાથે આવે છે. તેમાં અધમ નારકી ને તિર્યચપણાના દુઃખને આપનાર છે અને ધર્મ સ્વર્ગ તથા મોક્ષનું અવિચળ સુખ આપનાર છે; માટે સદગુણ શ્રાવિકાએ અધર્મને ત્યાગ કરી ધર્મને જ વધાર.
શ્રાવિકા બધે ધર્મ પતિને આધારે કરી શકે છે. જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com