________________
[ ૩૨ ]
શ્રાવિકા પ્રીતિ રાખવી અને તેને જ અંત:કરણથી ચાહો એ જ તમારે પવિત્ર ધર્મ છે.
આજકાલ સ્ત્રીકેળવણીને અભાવે કેટલીએક શ્રાવિકાઓ પિતાને પતિ પ્રત્યે શું ધર્મ છે એ નહીં જાણવાથી પતિને દુઃખરૂપ થઈ પડે છે. તેમના હૃદયમાં પતિપ્રેમ હોતો નથી. તેમજ પતિ તરફ પૂજ્યબુદ્ધિ હેતી નથી, તેથી તે પોતાના પતિને એક સામાન્ય મનુષ્ય તરીકે જાણે છે, તેની સાથે ગમે તેમ બોલે છે, ધમકાવે છે, મર્યાદા મૂકી દઈને સામી થાય છે અને અપમાન કરે છે તેમજ પિતાના પતિને તુચ્છ તુચ્છ કરી નાખે છે. વળી કોઈ અજ્ઞ શ્રાવિકા ધંધારોજગારમાંથી કંટાળીને ઘેર વિશ્રાંતિ લેવા આવેલા પતિના મનનું રંજન કરવાને બદલે સાસુસસરા, દેરાણી જેઠાણી તેમજ આડશીપાડોશી વગેરેની કુથલી કરી તેને વિશેષ કંટાળે આપે છે. વખતસર રસોઈ તૈયાર કરીને જમાડવાને બદલે પગ પર પગ ચડાવી બેસી રહી ધણું પાસે ઘરનાં કામકાજ કરાવે છે. સાંસારિક કેળવણુને અભાવે પિતાના પતિની શક્તિને વિચાર કર્યા વગર બીજી સ્ત્રીઓના સારા સારા વસ્ત્રાભરણે દેખી, પોતાને માટે તેવા કરાવવાને લેશ કરી પતિને ખરચના ખાડામાં ઊતારે છે અને તેથી ગજા ઉપરાંત વ્યય કરનાર પતિ કરજમાં આવી પડે છે. આખરે તે નાદાનીને ભેગી થઈ પડે છે. આવી અજ્ઞાન શ્રાવિકાઓ પતિના અધિરનું પાન કરનારી જળ જેવી છે. તેઓની સાથે ગ્રહવાસમાં રહેનારા પુરુષે માવજીવિત દુઃખી થાય છે. કેટલીક મૂર્ણ સ્ત્રીઓ એવું સમજે છે કે પતિ આપણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com