________________
[ ૩૪ ]
શ્રાવિકા
સારા ગણાય છે. આથી દરેક શ્રાવિકાએ કેળવણું લેવી જોઈએ, કે જેથી પાપ, પુણ્ય, નીતિ અને ધર્મનું સ્વરૂપ જાણવામાં આવે અને તેના શુભાશુભ ફળની પૂર્ણ રીતે ખાત્રી થાય. વિવેકવતી અને વિદ્યાવતી શ્રાવિકાઓ વિચારી શકે છે કે, પાપકર્મથી સુખ ટકતું નથી અને અંતે નરકનાં દુ:ખ ભેગવવાં પડે છે. શાસ્ત્ર પ્રમાણે આચાર, વિચાર અને નીતિથી વર્તનારી શ્રાવિકાઓ જ ખરેખરું સુખ ભોગવી ધર્મ સાધી શકે છે અને ધર્મથી પરલેકનાં સુખ પણ સંપાદન કરી શકે છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે, સુજ્ઞ શ્રાવિકાએ પતિ તરફથી જે મળે તેમાં જ સંતોષ માન. તેઓની પ્રતિષ્ઠા, શેભા અને સુખ તેમાં જ છે. જે શ્રાવિકા ધર્મ પ્રમાણે વત્તી પાપને ડર રાખી પતિની ઈચ્છાનુસાર મન, વચન અને કાયા વશ રાખી શિયળધર્મને અવલંબી પ્રવર્તન કરે છે તેને પૂર્ણ ધન્યવાદ ઘટે છે. તેવા પુત્રીરૂપ રત્નને જન્મ આપનાર માતાપિતાને પણ ધન્ય છે. જે કુલીન શ્રાવિકા હોય તે કદી પણ દુરાચાર સેવતી નથી. તેમજ તે કદી પણું પોતાની મરજી માફક સ્વતંત્રપણે વર્તતી નથી. વળી સ્ત્રીઓને સ્વતંત્રપણે વર્તવાને નીતિશાસ્ત્ર પણ નિષેધ કરે છે. નીતિશાસ્ત્ર દર્શાવે છે કે –
माता रक्षति कौमारे, भर्ता रक्षति यौवने । पुत्रो रक्षति वृद्धत्वे, न स्त्री स्वातंत्र्यमर्हति ॥१॥
“સ્ત્રીનું કુમારવયમાં માતા રક્ષણ કરે છે, વનમાં પતિ રક્ષણ કરે છે અને વૃદ્ધપણામાં પુત્ર રક્ષણ કરે છે, તેથી સ્ત્રી કદીપણ સ્વતંત્રપણાને ગ્ય નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com