________________
સુબોધ
[ ૧૧ ] ન બગડે. સ્ત્રી જાતિને જે નઠારી સંગત થઈ હોય તો તે ભ્રષ્ટ થયા વિના રહેતી જ નથી.
હવે અહીં એટલે વિચાર કરવાને છે કે-કેળવણી કેવી જાતની હોવી જોઈએ ? કેવળ વ્યવહારની કેળવણી આપવી ન જોઈએ તેમ કેવળ શુષ્ક ધર્મની કેળવણી પણ આપવી ન જોઈએ. એક જ જાતની કેળવણી આપવી, એ અધૂરી કેળવણી કહેવાય છે. એવી અધૂરી કેળવણીની ખરી અસર તેણીના મન પર થતી નથી અને તેને લીધે તેણીના હૃદય પર ધર્મના પવિત્ર સંસ્કાર લાગતા ન હોવાથી અને તે અરસામાં નઠારી સોબત થઈ જવાથી તે સ્ત્રી ખરાબ નીકળે છે, તેથી શું કેળવણીને દેષ દે? કદી નહીં. કેળવણી એ વિદ્યા છે અને વિદ્યા–જ્ઞાન એ સદા પવિત્ર છે. જે સ્ત્રીને ધર્મ તથા નીતિનો બાધ નથી, તે જ સ્ત્રી નઠારી સોબતમાં પડી અકાર્ય કરે છે. પણ જે શ્રાવિકા શુદ્ધ શ્રાવકકુળમાં જન્મી હોય તેને ધર્મ તથા નીતિની કેળવણી આપવાથી તે સદાચારી શ્રાવિકા બને છે અને પ્રાણ જતાં સુધી પણ પોતાના શિયળને ભંગ કરતી નથી. જે સ્ત્રો લખવા વાંચવાનું શીખ્યા છતાં દુરાચાર કરે તે સ્ત્રીને કેળવાયેલી સમજવી જ નહીં. જેણીના હૃદયમાં કેળવણીની ખરી છાયા પડી હેય તે બાળા કદી પણ અકાર્ય કરતી નથી. વળી સ્ત્રીને કેળવણી આપવી એ કાંઈ કમાવાને માટે કે નોકરી કરવાને માટે આપવાની નથી પણ તેની કેળવણીને ખરે ઉપગ ગૃહવ્યહવાર ચલાવવામાં, સંતતિને રક્ષણ તથા શિક્ષણ આપી શ્રાવકરત્ન કે શ્રાવિકારત્ન બનાવવામાં, પિતાના પ્રિય પતિને અનેક રીતે ઉપયોગી થઈ પડવામાં અને શ્રાવિકાપણના જન્મને સાર્થક કરવા વગેરે કાર્યોમાં કરવાનું છે. સ્ત્રીનું હૃદય પુરુષ કરતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com