________________
સુખાધ
[ ૧૫ ]
ગ્રહણ કરતાં, પેાતાની કુલીનતા રાખતાં, સરખી સાહેલીએની સાથે મળી મધુર ગીતા ગાતાં, મધુર સ્વરથી સ્તવને વિગેરે ખેલતાં, દુષ્ટ પુરુષના પંજામાંથી યુક્તિથી બચી જતાં, બાળકાને રમાડતાં, વિપત્તિના વખતમાં ઉદરનિર્વોડ અર્થ પેાતાને યાગ્ય કાર્ય કરતાં, દંભીને જાણી લેતાં, ખીજાના વચનમાંથી સાર સમજી લેતાં, સુઘડતાથી ઘરની ચીજો ગેાઠવતાં, સ્વચ્છ અને સુંદર પહેરવેશ પહેરતાં, પરમેશ્વરની ભક્તિ કરી જિંદગીનું સાર્થક કરતાં, સામાયિક પ્રતિક્રમણ વગેરે ધર્મની ક્રિયાઓ કરતાં, સર્વ કાર્ય માં જયણા જાળવતાં, મેાક્ષ અર્થે આત્મજ્ઞાન મેળવતાં, સદ્ગુણી તથા સતી સ્ત્રીની પરીક્ષા કરી તેની સંગત કરતાં, ચાકરનેાકર સાથે ચેાગ્ય રીતે વતાં, કુળમર્યાદા રાખી વ્યવહારમાં પ્રવર્તન કરતાં, મુસાફરીમાં અથવા બીજા અણુધાર્યા પ્રસંગમાં પરપુરુષ સાથે કામ પડે તે વખતે સાવચેત રહી વર્તતાં અને પાપી સ્ત્રી તથા પાપી પુરુષના ફાંસામાં ન ફસાતાં તે સારી રીતે સમજે છે. આવી શ્રાવિકા પેાતાના જીવનને સુધારી બીજાના જીવનને સુધરાવે છે અને ખીજાને દષ્ટાંતરૂપ થઈ આ જગતમાં સત્કીર્ત્તિનું પાત્ર મની પરલેાકમાં સદ્ગતિ મેળવે છે, એવી શ્રાવિકાઓનાં જીવન આ જગતમાં પ્રશંસનીય બન્યા છે. અને તેમનાં યશેાગાન સદાકાળ આર્ય પ્રજામાં ગવાયા કરે છે. જે જે જૈન સતીઓ આ જગતમાં ધર્મ અને સતૂક થી વિખ્યાત થયેલી છે અને જેમના અનુકરણીય ચરિત્ર ચિતાનુયાગમાં ગવાય છે તેવી સતી શ્રાવિકાઓના જીવનના આરભકાળ ઉત્તમ હતા. શ્રાવિકાએ શું શું શીખવુ જોઇએ અને શું શું કરવું જોઇએ ? એ શિક્ષણ તેમને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com