________________
[ ૨૦ ]
શ્રાવિકા અથવા મર્યાદા ન સચવાય તેવાં બારિક વસ્ત્રો ધારણ કરતી નથી, પગની ઘૂંટી અને ઉદર વિગેરે શરીરના ભાગે ઢંકાય એવી રીતે વસ્ત્ર પહેરે છે, મંદગતિએ ચાલે છે, સદા મુખ હસતું રાખે છે. હમેશાં મર્યાદાભરેલાં વચને બોલે છે, કદી પણ ઊંચે સ્વરે હાસ્ય કરતી નથી, બીજ કેઈની ચેષ્ટા જોતી નથી તેમ કરતી નથી અને હમેશાં ઉત્તમ, શોભતો અને સાંપડતો પિશાક પહેરે છે. તેણે પોતાનું સૌભાગ્ય દર્શાવવા મર્યાદિત શંગાર સજી રાખે છે, કદી પિતાને પતિ ધનાઢ્ય કે અધિકારો હોય તે પણ તેને મદ રાખતી નથી, સર્વની સાથે વિનય તથા વિવેકથી વર્તે છે અને ધાર્મિક કેળવણ લઈ સદાપિતાના શ્રાવિકાધર્મ પ્રમાણે વર્તે છે. સમ્યક્ત્વ ને શ્રાવકના વ્રત અંગીકાર કરી તે સામાયિક, પ્રતિક્રમણ, જિનપૂજાદિ કરે છે, દહેરે ઉપાશ્રયે જઈ પતિની આજ્ઞાનુસાર ધર્મકાર્ય કરે છે, પિતાની સારી સ્થિતિ હોય તે દાનપુણ્યમાં પ્રવૃત્તિ રાખે છે, પરોપકાર કરવામાં પિતે તત્પર રહી પતિ પાસે પરોપકાર કરાવે છે, પોતાથી બને તેવા નિયમે ગ્રહણ કરે છે, સારાં પુસ્તકો વાંચે છે અગર સાંભળે છે, વાંચેલાં પુસ્તકમાંથી સાર લઈ તે પ્રમાણે વસે છે, સદ્દગુણ અને પતિવ્રતા સ્ત્રીઓની સોબત કરે છે, દુર્ગુણથી દૂર રહે છે, અને પોતાનામાં જે ગુણની ખામી જણાય તે ગુણ મેળવવાનો પ્રયત્ન કરે છે. પિતૃગૃહના કરતાં પતિગૃહ પર તેણી વધારે પ્રેમ રાખે છે. સર્વની સાથે સંપથી વસે છે, મુખમાંથી કટુ વચન કાઢતી નથી, પ્રમાદ રાખતી નથી, ઘરનાં બધાં કામ સુઘડતાથી કરે છે, વખતનો ઉપયોગ નિયમ પ્રમાણે કરે છે, સર્વ ઉપર સમાન દષ્ટિ રાખી નિપક્ષ
પાતપણે વરે છે અને પિતાને જન્મ શ્રાવકકુળમાં થયો છે તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com