________________
[ ૨૨ ]
શ્રાવિકા
નાર હાવાથી પ્રાણનાથ કહેવાય છે. એવા શ્રાવકપતિ પેાતાની પત્ની શ્રાવિકાના સર્વ રીતે રક્ષક તથા પાલક હાવાથી ગૃહરાજ્યના રાજા કહેવાય છે. શ્રાવક માતાપિતાએ, ગૃહી ગુરુ, દેવ, અગ્નિ અને હજારો મનુષ્યેાની સાક્ષીએ, પેાતાની પુત્રીના જે પતિ કરેલા છે તે અગ્નિની પ્રદક્ષિણા વખતે આ જૈન મંત્રાના ઉચ્ચાર સાથે વિવાહિત થયેલ છે. તેવા શ્રાવકપતિ તરફ કુલીન શ્રાવિકાએ ઘણા જ વિનયથી વવાનુ છે. શ્રાવિકા જો પેાતાના ગૃહસ્થપણાના ધર્મને અને કબ્યને સત્ય રીતે બજાવવાની ઇચ્છા રાખતી હાય તે તેણીએ પેાતાના પતિની સાથે પૂજ્યભાવથી વર્તવુ જોઇએ. શ્રાવિકાએ પાતાના પતિ ઉપર નિર્માળ પ્રીતિ રાખવી, તેની મનેાવૃત્તિને અનુકૂળ રહી તેની મરજી સાચવવી અને તેની આજ્ઞા પાળવી એ જ શ્રાવિકાને માટે ખરેખરી પતિસેવા છે. જે શ્રાવિકા પેાતાના મનને વશ રાખી કેાઈ
જાતની સ્વાર્થ બુદ્ધિ રાખ્યા સિવાય ત્રિકરણ શુદ્ધિથી એટલે શુદ્ધ મન, વચન અને કાયાથી પતિની સેવા કરે, પતિને જ પેાતાના આધાર ગણે અને પતિસેવામાં જ પેાતાના કન્યધમ માને, તે જ પતિવ્રતા, સાધ્વી, શિયળવતી સતી કહેવાય છે.
·
સદ્ગુણી શ્રાવિકાએ જાણવુ જોઇએ કે તેણીના ગૃહસ્થધર્મના પાલનનેા આધાર પતિ ઉપર છે. ગૃહસ્થપણામાં રહીને શ્રાવિકાને જે ધર્મ, વ્રત અને તપ કરવાના છે, તેમજ તેના ઉદ્યાપન ઉત્સવ વગેરે આચરવાનાં છે, તે અધાં કાર્યો તેના પતિથી જ સિદ્ધ થાય છે, તેથી શ્રાવિકાના ધર્મસહાયક પણ પતિ જ થઈ શકે છે. એટલે તે તેણીને પૂજ્ય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com