________________
[ ૧૨ ]
શ્રાવિકા કોમળ હોય છે, તે કોમળ હદય ઉપર જે કેળવણીની સારી છાપ પાડવામાં આવે તો તે છાપ તેણુના અંત:કરણમાં એવી ઊંડી પડે છે કે જેની અસર ઘણા વખત સુધી ટકી રહે છે. સ્ત્રીઓ કેળવણીથી બગડતી હોત તે પ્રાચીન કાળની સતી સ્ત્રીઓએ જગતમાં જે જે પરાક્રમે કરેલા છે તે કરત જ કેમ? પૂર્વકાળે શ્રાવિકાઓને માટે પ્રથમ લક્ષ વિદ્યા ભણાવવા ઉપર આપવામાં આવતું. સતી સુંદરી, શિવા, રુકિમણી, રેવતી, સુલસા, ચંદનબાળા, દમયંતી, કુંતી, દેવકી, દ્રૌપદી, ધારિણી, અંજનાસુંદરી અને નર્મદા સુંદરી વિગેરે ઘણી સ્ત્રીઓ ભણેલી હતી. તેઓએ વિદ્યાના પવિત્ર પ્રભાવથી સતીપદ પ્રાપ્ત કર્યું હતું અને ભારતની આર્યપ્રજાને પોતાની બુદ્ધિના પ્રભાવથી ચક્તિ કરી હતી.
એ રીતે જે સ્ત્રીએ શુદ્ધ કેળવણી લીધી હોય તે કદી પણ દુરાચારને રસ્તે ચાલતી નથી. કેળવણીને પ્રતાપ જ અલોકિક છે, માટે શ્રાવિકાઓને આહંત ધર્મની તથા આહંત નીતિરીતિની કેળવણી આપવી જોઈએ, એટલું જ નહીં પણ તેઓને બાલ્યવયમાંથી જ સારી સંગતમાં રાખવી જોઈએ. તે સાથે સતીઓનાં ચરિત્ર, નીતિના પુસ્તક અને ધર્મ સંબંધી શાસ્ત્રો તેને વંચાવવા જોઈએ. વળી તે સાથે પ્રાઢ વયમાં ગૃહવ્યવહારને ઉપયોગી થઈ પડે તેવા વિષયોનું જ્ઞાન આપી તેને પ્રવીણ બનાવવી જોઈએ. આ પ્રમાણે કરવાથી શ્રાવિકાઓ સદગુણ બને છે અને તેઓ પતિના તથા પિતાના ઉભય કુળને દીપાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com