________________
[ ૧૦ ]
શ્રાવિકા
""
સાંપ્રતકાળે કેટલાએક અલ્પમતિ મનુષ્યા કહે છે કે “ સ્ત્રીઓને કેળવણી આપવી એ અનુચિત છે, કેળવણી પામેલી સ્ત્રીએ સ્વતંત્ર બની જાય છે અને તેથી કુળમર્યાદાનુ ઉલઘન કરે છે. લખતાં વાંચતાં શીખેલી યુવતીએ અનીતિને રસ્તે દેારાવાને સભવ છે. સુધરેલી શ્યામાએ પેાતાના પતિને ગણતી નથી અને સ્વત ંત્રપણે વર્તે છે, તેથી સ્ત્રીઓને કેળવણી આપવી એ ઘણું જ નઠારું કામ છે. ગૃહનું કામકાજ કરવાની અધિકારી એવી સ્ત્રીને ભણાવીને શું કરવું છે ? તેને કાંઇ કમાવા મેાકલવાની નથી, તેમ તેને નેાકરી કરવા જવાનુ નથી, તેા શામાટે તેને ભણાવવી ? ભણેલી ભામિનીએ ભમી જાય છે અને પછી તેમાં મગાડ થાય છે. આવું કહેનારા લેાકેા તદ્ન અલ્પ મતિવાળા છે. તેમણે તે વિષે દી વિચાર કર્યો જ નથી. તે કેળવણીના મધુર ફળથી તદ્દન અજ્ઞાત છે. તેમના અજ્ઞાની હૃદયમાં કેળવણીના પ્રભાવની પ્રતિભા પડી નથી. તેને ખબર નથી કે કેળવણીથી સ્ત્રીના બધા દુર્ગુણેા નાશ પામે છે અને પેાતાનું કર્ત્તવ્ય શું છે તેને તે સારી રીતે સમજી શકે છે, એટલે કેળવણી પામેલી સ્ત્રીમાં કાંઇ બગાડ થતા નથી. જે સ્ત્રીએ ભ્રષ્ટ થઈ બગડી જાય છે તે કાંઈ કેળવણીથી બગડતી નથી, પણ સ્રીજાતિના સ્વભાવને લઇને કુસ ગથી તેએ ખગડી જાય છે. જેના સ્વભાવ જન્મથી નઠારા હોય છે તેને પછી કેળવણીની અસર જોઇએ તેવી થતી નથી. તેને જો ખરાબ સેાખત લાગે છે તે તે સત્વર કુમાર્ગે ચાલનારી થઈ જાય છે. તેવી અધમ સ્ત્રીએ તે કેળવણી ન પામી હાય તા પણ ખગડે છે અને પેાતાના ખને કુળને કલંકિત કરે છે. જગતમાં કાંઇ એવા નિયમ નથી કે, ફેળવણી પામેલી ખગડે અને કેળવણી વગરની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com