________________
સુબોધ
[ ૯ ] વાકયે સુશિક્ષિત શ્રાવિકાના મુખમાંથી જ નીકળે છે. તેથી કેળવણ પામેલી કાંતા આ સંસારમાં સુખદાયિની થાય છે.
જે શ્રાવિકાએ કેળવણું લીધી નથી તે શ્રાવિકાથી શ્રાવકને આ સંસારનો લહાવે મળતું નથી. અભણ–અજ્ઞાન શ્રાવિકાવાળું ઘર સ્મશાન કે અરણ્યના જેવું શૂન્ય લાગે છે. તેમાં જે વિદ્વાન પતિ હોય અને સ્ત્રી અજ્ઞાન હોય તો તેમને બધો સંસાર અવ્યવસ્થિત અને દુઃખમય થાય છે. અભણ ભાર્યાને ભર્તા દિવસના ચંદ્રની જેમ નિસ્તેજ દેખાય છે. કળાધર ચંદ્ર પૂર્ણ હોય પણ શુક્લ પક્ષની રાત્રિ વિના તે જરા પણ શોભાયમાન લાગતું નથી. તેમ પતિ કળાવાન હોય પણ જે તેને સહવાસમાં વિદ્વાન વનિતા ન હોય તે તે સુશોભિત દેખાતો નથી. કેળવણી પામેલી શ્રાવિકાથી સંસાર કે શોભે છે, તેને માટે એક કવિ કહે છે –
દેહરા અસાર આ સંસારમાં, લે હેય સુસાર, જ્ઞાનવતી ગુણધારિણી, સદ્ય મેળવે નાર. ૧ વનિતા જે વિદુષી મળે, સફળ કરે અવતાર, સુખ સંપત ભગવાસમાં, અધિક મળે આ વાર. ૨ જે નર પાપે નિર્મળી, નારી સગુણ ધાર; તે નર આ ભવવારિને, બને સુખે તરનાર. ૩ જ્ઞાન ધરી જે શ્રાવિકા, ગૃહાવાસમાં જાય; ગૃહસુખ પામી પૂર્ણ તે, જગત વિષે વખણાય. ૪ ૧ સાર વગરના. ૨ સારો સાર. ૩ તત્કાળ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com