________________
૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
છતાં પણ પૂર્વ-પરિચિત ત્રિદંડીના વચનદ્વારા દૃષ્ટિરાગ પ્રગટ થવાથી તે સમ્યક્ત્વ વમીને અનંત ભવમાં ભમ્યો.
૧. દૃષ્ટિરાગી ધર્મ પાળી શકતો નથી તેના ઉપર
ભુવનભાનુ કેવળીના જીવ વિશ્વસેનનું દૃષ્ટાન્ત :
વિજયપુર નામના નગરમાં ચંદ્રમૌલિ નામનો રાજા રાજ્ય કરતો હતો. એક વખત ઉઘાનપાલકે આવી જણાવ્યું કે ‘ઉદ્યાનમાં કેવળી ભગવંત પધાર્યા છે.' રાજા ઉદ્યાનમાં ગયો કેવળી ભગવંતને વંદન કરી બેઠો અને પૂછ્યું કે ‘હે ભગવન્ ! મને કોણ શરણભૂત થશે અને મારો નિસ્તાર કોણ કરશે' ભગવાને જવાબ આપ્યો કે, મને શરણભૂત થઈ મારો નિસ્તાર કર્યો તે તમને પણ શરણભૂત થઈ તમારો નિસ્તાર કરશે.' પછી કેવળી ભગવંત, ઉપમિતિની શૈલિએ પોતાનું વૃત્તાન્ત જણાવે છે.
આજથી અનંતકાળ પહેલા ચારિત્રધર્મ રાજાના સૈન્યનો સહાયક થઇને મોહશત્રુના સૈન્યનો ક્ષય કરી શકશે તેમ માની કર્મ પરિણામ મહારાજાએ અસંવ્યવહારનિગોદમાંથી સંવ્યવહાર નિગોદમાં મને મૂક્યો. આ સમાચાર સાંભળી મોહરાજાએ કુપિત થઇને ત્યાંને ત્યાં અનંતકાળ સુધી મને ગોંધી રાખ્યો. પછી કર્મ પરિણામ રાજા પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ, નરક અને અનાર્ય મનુષ્યોમાં મને લઇ ગયો. વચમાં વારંવાર મોહરાજા કુપિત થઇને ઘણીવાર નિગોદમાં લઇ જતો હતો. આમ અનંત પુદ્ગલ પરાવર્ત્ત ગયા પછી આર્યક્ષેત્રમાં અનંતીવાર મનુષ્યપણું પામ્યો છતાં ત્યાં પણ મોહરાજાએ કુલદોષથી, જાતિદોષથી, જાત્યંધત્વથી અને બીજા અનેક દોષથી ધર્મના નામ માત્રને જણાવ્યા વિના પૂર્વની જેમ ફરી એકેન્દ્રિયાદિમાં લઇ જઇ મને અનેક પુદ્ગલ પરાવર્ત્ત ભમાવ્યો.
એમ કરતાં એક વખત શ્રીનિલય નગરમાં ધનતિલક શ્રેષ્ઠિનો વૈશ્રમણ નામે હું પુત્ર થયો. ત્યાં ‘સ્વજન, ધન, ભવન, યૌવન વનિતાદિ બધું અનિત્ય સમજીને હે પ્રાણીઓ આપત્તિથી રક્ષણ કરનાર એવા ધર્મનું રક્ષણ કરો' આ પ્રમાણેનો ઉપદેશ સાંભળી ધર્મ કરવાની બુદ્ધિ થઇ અને સ્વયંભુ ત્રિદંડીનો શિષ્ય થયો. ત્યાં પણ મનુષ્ય જન્મ હારીને અનંતકાળ રખડચા પછી વિજયવર્ધનપુરમાં સુબળ શ્રેષ્ઠિનો નંદન નામે પુત્ર થયો ત્યાં આગળ યથાપ્રવૃત્તિકરણ કરી ગ્રન્થિપ્રદેશ સુધી પહોંચ્યોં પણ છેદી ન શક્યો ત્યાંથી પાછો ફરી અનંતીવાર એકેન્દ્રિયાદિમાં રખડ્યો આમ રખડતાં રખડતાં હું વિશ્વસેન કુમાર થયો.
વિશ્વસેનનો ભવ
મલયાપુર નગરમાં ઇન્દ્ર નામના રાજા અને વિજયા નામની રાણીને પુત્ર થયો. તેનું નામ વિશ્વસેન રાખ્યું. સમય જતાં ઇન્દ્ર રાજા મૃત્યુ પામ્યા અને વિશ્વસેન રાજા બન્યો. અને તે વિશ્વભૂતિ નામના ત્રિદંડીનો પરમ ઉપાસક થયો. પ્રસંગ મળતાં વૈરાગ્ય અને ગુરુ ઉપદેશથી યથાપ્રવૃત્તાદિકરણ કરીને વિશ્વસેન સમ્યક્ત્વ પામ્યો. નિરંતર ગુરુના ભાવનાવાહી ઉપદેશથી દેઢ બની એ સમ્યક્ત્વને મહાચિંતામણિ રત્નની જેમ સાચવવા લાગ્યો અને મિથ્યાત્વી ગુરુ તેમજ મિથ્યાત્વી ધર્મથી દૂર