________________
[
દ્દ ]
આવી પહોંચ્યા. જેમ હાથમાંથી નિધાન ખોઈ બેઠેલાને તે પાછું આવી મળે, તેમ મહારાજ ! આજે અમને તમારું દર્શન થયું. હવે અમને આદેશ આપે. ” સ્વપરિચિત એવા પિતાના સૈનિકોનું જ આ વચન છે, એમ તેની ખાતરી થઈ ત્યારે તે અત્યંત વિરમય પામી પ્રસન્ન ચિત્ત તેઓને પૂછવા લાગ્યું કે, “અરે, આ વખતે તમે અહીંયાં ક્યાંથી આવ્યા?” તેઓએ ઉત્તર વાળ્યું કે, સ્વામિન! તમે આવ્યા છો એમ જાણીને જ અમે અહીં તમારા દર્શનને માટે તેમજ તમારી પાસે તમારે આદેશ લેવા આવ્યા છીએ. આવા અવસર પર આજે અમને તમારું દર્શન થયું તે તો ખરેખર ભાગ્યયોગથી જ બન્યું છે.” શ્રોતા, વક્તા અને જેનારને પણ ચમત્કાર ઉત્પન્ન કરે એવા આ સમાચાર સાંભળી રાજા વિચાર કરીને બોલવા લાગ્યો કે, “આમવાક્ય અવિસંવાદથી પરસ્પર વિરુદ્ધતાના અભાવથી એટલે કે સત્ય, સર્વ પ્રકારે જેમ માનવા ચગ્ય હોય છે, તેમ આ કરાજનું વાકય પણ અનેક પ્રકારના મારા પર ઉપકાર કરવાથી સર્વ પ્રકારે માનવા ગ્ય છે. એ શુકરાજના ઉપકારનો બદલે હું કેમ વાળી શકીશ? એને શી શી વસ્તુની ઈચ્છા છે, તે કેમ જાણે શકાય? ગમે તેટલે એના પર ઉપકાર કરીએ, પણ એને કરેલા ઉપકારનો બદલો વાળી શકાય એમ નથી. કેમકે એણે પ્રથમથી સમયાનુસાર યથાયોગ્ય ઇચ્છિત વસ્તુપ્રાપ્તિ વગેરેના અનેક પ્રકારના ઉપકાર મારા પર કર્યા છે. કહ્યું છે કે,
प्रत्युपकुर्वन् बह्वपि न भवति पूर्वोपकारिणस्तुल्यः ।
एकोऽनुकरोति कृतं निष्कारणमेव कुरुतेऽन्यः ॥ ३१ ॥ “ પ્રત્યુપકાર ગમે તેટલો કરો પણ પહેલા કરેલા ઉપકારીના ઉપકારની તુલના થતી નથી, કારણ કે તે ઉપકાર કરનારના કાર્યનું અનુકરણ કરે છે ત્યારે પ્રથમ ઉપકાર કરનારનું કાર્ય બદલાની આશા વગર કરાયેલું હોય છે.
આમ વિચાર કરતો તે રાજા પ્રીતિપૂર્વક તે કરાજના સન્મુખ જેવા જાય છે, તેટલામાં જેમ સૂર્યોદય થતાં બુધનો તારો અદશ્ય થાય તેમ તે અલોપ થઈ ગયો. જાણે રાજા પાછો ઉપકારને બદલે વાળશે, એવા ભયથી જ તે સંતાત્મા રિસાઈ ગયો હોય તેમ. થોડા વખતમાં તે તે કેટલેક દૂર નીકળી ગયો. કહ્યું છે કે, “સજજન પુરુષોની કોઈક એવી અલૌકિક કઠોર ચિત્તવૃત્તિ છે કે, તેઓ ઉપકાર કરીને પ્રત્યુપકારના ભયથી તરત જ દૂર ખસી જાય છે. ”
આ જ્ઞાનનિધિ જે નિરંતર મારી પાસે રહે તે, મુશ્કેલી શી વસ્તુ છે એની મને ખબર જ ન પડે, કેમ કે, સર્વ કાર્ય યથાસમય કરવાનું તે જાણી શકે છે. એવા સહાયકારીને યોગ, પ્રાય: સર્વ કાળે સર્વત્ર સર્વને હાય જ નહીં. કદાચિત કેઈને તેવાને વેગ મળી જાય તો પણ નિર્ભાગીના હાથમાં આવેલા ધનની પેઠે ચિરકાળ રહે નહીં. પણ એ પિપટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org