Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
સોલમા શ્રી શાંતિનાથ ભગવાન. શ્રી ગિરિરાજઉપર ચઢ્યા પછી જ્યાં પ્રથમ ચૈત્યવંદન કરવામાં આવે છે તે પ્રભુ.
સૌજન્ય :- સ્વ. શાંતિલાલ અમરચંદ ઝવેરી તથા ગંગા-સ્વ. સરસ્વતિબહેન શાંતિલાલ ઝવેરી હ મેનાવતી ચંપક્લાલ અમરચંદ ઝવેરી પરિવાર તરફથી.
નવી ટૂંકુના નવા આદીશ્વર ભગવાન. શ્રી આણંદજી લ્યાણજી પેઢીના પ્રમુખ શ્રી કસ્તુરભાઈ લાલભાઇએ દાદાની ટૂંકુમાં નાનકડો જીર્ણોદ્ધાર કરીને જે નવી કુ બંધાવી તેના મૂળનાયક શ્રી આદીશ્વર પ્રભુ.
સૌજન્ય :- સ્વ. રતીલાલ જેઠાલાલ સલોતના પુન્યાર્થે હા ધર્મપત્ની ધીરજબહેન રતીલાલ સલોત-મુંબઈ.
શ્રી રાયણ પગલાંની દેરી :-શ્રી શત્રુંજય તીર્થમાં જેનો મહિમા અપરંપાર છે. જેની સન્મુખ દરેક ભાવિક આરાધક આત્મા ત્રીજુ ચૈત્યવંદન કરે છે. જેને ભાવિકો પ્રભુજીની જેમ જ ત્રણ પ્રદક્ષિણા આપે છે. જેની ઉપર પરંપરાએ શાસ્વત એવું રાયણવૃક્ષ છાંયો કરીને ઊભું છે અને જે સ્થાનમાં શ્રી આદીશ્વર પ્રભુ ઘેટી પાગથી ઉપર પધારીને પૂર્વ નવ્વાણુંવાર બિરાજમાન થતા હતા તે રાયણ પગલાંની આ દેશે.
સૌજન્ય :- સ્વ. રતીલાલ જેઠાલાલ સલોતના પુજાર્થે તેમના સુપુત્રો ખાંતિલાલ–જિતેન્દ્રકુમાર–પ્રદીપકુમાર અને હરેશકુમાર તથા પુત્રવધૂઓ ચંદ્રાવતી–ચશોમતી–જેમિની-નિલીમા વગેરે તરફથી.
શ્રી રાયણ પગલાં (પાદુકા)
જે રાયણ વૃક્ષની નીચે શ્રી આદીશ્વર પ્રભુ પૂર્વનવ્વાણુંવાર પધાર્યા–સમવસર્યા હતા. તેની સાક્ષીરૂપે સ્થપાયેલા હજારો લક્ષણોથી શોભતાં શ્રી આદીશ્વર પ્રભુનાં પગલાં, રાયણ વૃક્ષની નીચે હોવાથી આ પગલાંનું નામ “રાયણ પગલાં " પડ્યું છે.
સૌજન્ય :- ધીરજબહેન રતીલાલ સલોતે કરેલી વિવિધ આરાધનાઓની સ્મૃતિમાં પૂ. સા. શ્રી યણયશાશ્રીજીની શુભ પ્રેરણાથી.
રામપોળનો પહેલો દરવાજો :- શ્રી શત્રુંજ્ય ગિરિરાજઉપર ચઢી દાદાનાં દર્શન કરવા માટે પાંચ 'દરવાજા છે. તેમાંનો આ પહેલો દરવાજો રામપોળનો છે.
સૌજન્ય :- શા લાલચંદજી લાદાજી પરિવાર કાનપુરા (રાજસ્થાન) શ્રી શંખેશ્વર રાખ્યુંજય મહાતીર્થ સંઘયાત્રા નિમિત્તે હલાલચંદજી લાદાજી પરિવાર કાનપુરાવાળા તરફથી દર્શનાર્થે (રાજસ્થાન)