________________
મિશ્રગુણઠાણે કોઈપણ જીવ વૈક્રિયલબ્ધિ ફોરવતા નથી. તેથી વૈવતિ પંચના ઉદયસ્થાનો અને વૈમનુષ્યના ઉદયસ્થાનો ઘટતા નથી અને દેવને ૩૦નું ઉદયસ્થાન ઘટતું નથી. એટલે
સાતિપંચને ૩૦/૩૧ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. સામાન્ય મનુષ્યને ૩૦નું એક જ ઉદયસ્થાન હોય
દેવને ર૯નું એક જ ઉદયસ્થાન હોય છે.
અને નારકને ૨૯નું એક જ ઉદયસ્થાન હોય છે. તેથી મિશ્રગુણઠાણે ૨૯/૩૦/૩૧ (કુલ-૩) ઉદયસ્થાન હોય છે. ઉદયભાંગામિશ્રગુણઠાણે સાતિપંચ૦ના ૩૦ના ઉદયના -૧૧૫ર ભાંગા,
૩૧ના ઉદયના ૧૧૫ર ભાંગા, સામાન્ય મનુષ્યના-૩૦ના ઉદયના ૧૧પર ભાંગા,
દેવના-૨૯ના ઉદયના .............૮ ભાંગા, અને નારકનો-૨૯ના ઉદયનો ...૧ ભાંગો
કુલ ૩૪૬૫ ભાંગા ઘટે છે. સમ્યકત્વગુણઠાણે ઉદયસ્થાનઃ
સિદ્ધાંતના મતે ક્ષયોપશમસમ્યક્ત્વી સંજ્ઞી તિર્યંચમાં, મનુષ્યમાં, દેવમાં અને ૧ થી ૬ નરકમાં જઈ શકે છે એટલે સમ્યકત્વગુણઠાણુ ચારે ગતિના લબ્ધિ-પર્યાપ્તા સંજ્ઞીને પર્યાપ્તાવસ્થામાં અને અપર્યાપ્તાવસ્થામાં પણ હોય છે. (૫૬) જે દેવ ઉત્તરવૈ૦ શરીર કર્યા પછી ઉપશમસમ્યકત્વને પ્રાપ્ત કરીને સાસ્વાદન
ગુણઠાણે આવે છે તે ઉ0વૈશરીરીદેવને સાસ્વાદનગુણઠાણે ૨૯ + ઉદ્યોત =
૩૦નું ઉદયસ્થાન હોય છે. A સપ્તતિકાભાષ્યમાં કહ્યું છે કે, સંખ્યાતવર્ષના આયુષ્યવાળા (અયુગલિક) તિર્યંચને
અપર્યાપ્તાવસ્થામાં સમ્યકત્વ હોતું નથી. યુગલિકતિર્યંચને જ અપર્યાપ્તાવસ્થામાં સમ્યકત્વ હોય છે એ મતાનુસારે સાવતિના ૨૩૫ર ઉદયભાંગા થાય છે. (જુઓ પેજ નં. ૩૨૮)
૩૦૫