________________
અને વિકલેન્દ્રિયને ૨૧/૨૬ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે.
સાસ્વાદનગુણઠાણુ લઈને જીવ લબ્ધિ-પર્યાપ્તતિર્યંચપંચેમાં અને દેવ-મનુષ્યમાં ઉત્પન્ન થઈ શકે છે. ત્યાં શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પહેલા જ સાસ્વાદન ગુણઠાણુ ચાલ્યુ જાય છે. ત્યારપછી અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદનગુણઠાણુ હોતુ નથી. પરંતુ પર્યાપ્તાવસ્થામાં સાસ્વાદનગુણઠાણુ પ્રાપ્ત થઈ શકે છે તેથી સાસ્વાદનગુણઠાણે તિર્યંચપંચેન્દ્રિયને અપર્યાપ્તાવસ્થામાં ૨૧/૨૬ અને પર્યાપ્તાવસ્થામાં ૩૦/૩૧ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. મનુષ્યને અપર્યાપ્તાવસ્થામાં ૨૧/૨૬ અને પર્યાપ્તાવસ્થામાં ૩૦ (કુલ-૩) ઉદયસ્થાન હોય છે. દેવને અપર્યાપ્તાવસ્થામાં ૨૧/૨૫ અને પર્યાપ્તાવસ્થામાં ૨૯/૩૦ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે.
કોઈપણ જીવ સાસ્વાદનગુણઠાણુ લઈને નરકમાં ઉત્પન્ન થતો નથી. તેથી નારકને અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદનગુણઠાણુ હોતું નથી. નારકને માત્ર પર્યાપ્તાવસ્થામાં જ સાસ્વાદનગુણઠાણુ હોય છે. તેથી સાસ્વાદનગુણઠાણે નારકને ૨૯નું એક જ ઉદયસ્થાન હોય છે.
સાસ્વાદનગુણઠાણુ માત્ર ૬ આવલિકા જ હોવાથી, ત્યાં વૈ૦ લબ્ધિવાળા તિર્યંચ-મનુષ્યો વૈક્રિયલબ્ધિને ફોરવી શકતા નથી. એટલે સાસ્વાદનગુણઠાણે વૈતિપંચેતના અને વૈમનુષ્યના ઉદયસ્થાનો હોતા નથી. તથા આહારકશ૨ી૨ી પ્રમત્તમુનિને જ હોવાથી આહારક મનુષ્યના ઉદયસ્થાનો સાસ્વાદને હોતા નથી. અને કેવલીના ઉદયસ્થાનો ૧૩મે ૧૪મે ગુણઠાણે જ હોવાથી સાસ્વાદને ન હોય.
૨૭/૨૮નું ઉદયસ્થાન શરી૨૫ર્યાપ્તિ પૂર્ણ થયા પછી અપર્યાપ્તાવસ્થામાં જ હોય છે. તે વખતે સાસ્વાદન ગુણઠાણુ હોતું નથી. કારણ કે પરભવમાંથી લાવેલુ સાસ્વાદન ગુણઠાણુ શ૨ી૨૫ર્યાપ્તિ પૂર્ણ થયા પહેલા જ ચાલ્યું જાય છે. ત્યાર પછી કરણ-અપર્યાપ્તાવસ્થામાં નવું સાસ્વાદન ગુણઠાણુ પ્રાપ્ત થતું નથી. તેથી સાસ્વાદને ૨૭/૨૮નું ઉદયસ્થાન હોતું નથી. એટલે સાસ્વાદન ગુણઠાણે ૨૧/૨૪/૨૫/૨૬/ ૨૯/૩૦/૩૧ (કુલ-૭) ઉદયસ્થાન હોય છે.
૩૦૩