________________
૧ + ૧ + મિથ્યાત્વે ન હોય.
=
૩ ઉદયભાંગા વૈશરીરીસંયમીને જ હોવાથી
* આહારકમનુષ્યના ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ના ઉદયના-૭ ભાંગા આહારકશરીરવાળા પ્રમત્તમુનિને જ હોવાથી મિથ્યાત્વે ન હોય.
* કેવલીના-૮ ભાંગા કેવલીભગવંતને જ હોવાથી મિથ્યાત્વે ન હોય. એટલે કુલ ૩ + ૭ + ૮ = ૧૮ ભાંગા મિથ્યાત્વે હોતા નથી. એટલે કુલ ૭૭૯૧ ઉદયભાંગામાંથી ૧૮ ભાંગા બાદ ક૨વાથી ૭૭૭૩ ભાંગા મિથ્યાત્વગુણઠાણે હોય છે. મિથ્યાત્વગુણઠાણે... એકેન્દ્રિયના
વિકલેન્દ્રિયના
૪૨ ભાંગા, ૬૬ ભાંગા, સાતિર્યંચપંચેન્દ્રિયના....૪૯૦૬ ભાંગા,
વૈ તિર્યંચપંચેના... ............... ૫૬ ભાંગા, સામાન્યમનુષ્યના............૨૬૦૨ ભાંગા,
૩૨ ભાંગા, ૬૪ ભાંગા,
૫ ભાંગા
કુલ ૭૭૭૩ ભાંગા હોય છે.
વૈમનુષ્યના
દેવના
નારકના
સાસ્વાદનગુણઠાણે ઉદયસ્થાનઃ
સાસ્વાદનગુણઠાણુ લઈને જીવ લબ્ધિ-પર્યાપ્ત બાદરપૃથ્વીકાય, બાદર અકાય, પ્રત્યેક વનસ્પતિકાયપ અને વિકલેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ શકે છે. પણ ત્યાં શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પહેલા જ સાસ્વાદન ગુણઠાણું ચાલ્યું જાય છે. ત્યારપછી તે જીવોને અપર્યાપ્તાવસ્થામાં કે પર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન ગુણઠાણુ હોતું નથી. તેથી સાસ્વાદનગુણઠાણે બાદરપૃથ્વી, બાદરઅપ્‚ પ્રત્યેક વનસ્પતિને ૨૧/૨૪ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે (૫૩) બાદરપૃથ્વી, બાદરઅપ્‚ પ્રત્યેક વનસ્પતિને જ સાસ્વાદન ગુણઠાણુ હોય છે. બાકીના એકેન્દ્રિયને સાસ્વાદન ગુણઠાણુ હોતુ નથી.
૩૦૨