________________
થઈ જાય કે તે સહજ સુખ મારી જ પાસે છે અને મને મારી મેળે મળી શકે છે, તે તેને સ્વાધીન થવાનો માર્ગ મળી જાય, રાગદ્વેષ હ પરાધીનતાને આમંત્રણ કરે છે, જ્યારે વૈરાગ્યપૂર્ણ આત્મજ્ઞાન પરાધીનતાને છેદીને આત્માને સ્વાધીન કરે છે.
જે ચીકાશથી બંધ થાય છે તે ચીકાશ સુકાઈ જ્યાથી બંધ છેદાય છે. પ્રાચીન કાળમાં શ્રી ઋષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પદ્મપ્રભુ, સુપાર્શ્વ, ચદ્રપ્રભુ, પુષ્પદંત (સુવિધિ), શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુંથુ, અરહ, મણિ, મુનિસુવ્રત, નમિ, નેમિ, પાર્થ અને મહાવીર એ ચોવીસ તીર્થકર થઈ ગયા છે. તેમની મધ્યમાં અગણિત મહાત્માઓ થઈ ગયા છે. શ્રી મહાવીર પછી શ્રી ગૌતમ, સુંધર્મ અને જંબુએ ત્રણ કેવલજ્ઞાની થઈ ગયા છે. એ સર્વેએ આત્માને ઓળખ્યો હતો, જાણો હતો, કે આત્મા સ્વભાવથી શુદ્ધ જ્ઞાન-દર્શન-સુખ-વીર્યમથ પરમાત્મરૂપ જ છે.
આ આત્મા રાગદ્વેષાદિ ભાવકર્મ, જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ અને શરીરાદિકથી ભિન્ન છે. આ જ્ઞાનને સમ્યગ્દર્શન વડે સમ્યજ્ઞાન બનાવીને તે મહાત્માઓએ આત્માના શુદ્ધ સ્વભાવનું ધ્યાન કરવારૂપ સહ્યાત્રિ પાળ્યું. એ રત્નત્રયમયી આત્મસમાધિ દ્વારા પિતાને બંધ રહિત મુક્ત કરીને પરમાત્મપદમાં સ્થાપિત કર્યા. તે તીર્થ કરાદિ મહાન પુએ બતાવેલા માર્ગ ઉપર તેમના પછી અનેક મહાત્માઓ ચાલ્યા અને અને તે સારરૂપ ઉપદેશને ગ્રન્થની અ દર સ્થાપિત કર્યો.
અધ્યાત્મમય નિશ્ચયધર્મના પ્રયકર્તાઓમાં શ્રી કુંદકુંદાચાર્યનું નામ અતિ પ્રસિદ્ધ છે. તેમણે રચેલા પંચાસ્તિકાય, પ્રવચનસાર, અષ્ટ-પાહુડ આદિમાં શ્રી સમયસાર એક અપૂર્વ ગ્રન્થ છે. તે આત્માને આત્મારૂપ, પરથી ભિન્ન દેખાડવામાં પણ સમાન છે. શ્રી કુંદકુંદાચાર્યના ત્રણે પ્રાભૂતના ટીકાકાર શ્રી અમૃતચન્દ્ર આચાર્ય મહા આત્મજ્ઞાની અને ન્યાયપૂર્ણ સુંદર લેખક થઈ ગયા છે. શ્રી સમયસારના અર્થને