________________
ભૂમિકા
માનવ પર્યાય એક દિન જરૂર પલટાય છે, પરંતુ પર્યાયધારી દ્રવ્ય નિત્ય કાયમ રહે છે. આ માનવ પર્યાય છવ અને પુગલ દ્રવ્યથી બનેલું છે. એ બને દ્રવ્યોની અનાદિ સંગતિ સંસારમાં થઈ રહી છે. બંનેમાં વિભાવરૂપે પરિણમવાની શક્તિ છે. એટલા માટે કાર્માણ શરીરરૂપે બધાયેલાં કર્મોના વિપાકથી આત્માની રાગદેવ મોહ પરિણતિ થાય છે એ અશુદ્ધ ભાવનું નિમિત્ત પામીને પુનઃ કાર્માણ શરીર સાથે કર્મ પુદ્ગલેને કર્મરૂપ બંધ થાય છે. બીજથી વૃક્ષ અને વૃક્ષથી બીજની પેઠે એક બીજાના વિભાવ પરિણમનમાં પરસ્પર નિમિત્ત થઈ રહ્યાં છે. મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયના ઉદયથી આ જીવ પુદગલના મેહમાં ઉન્મત્ત થઈને પિતાના મૂળ
જીવ દ્રવ્યને ભૂલી ગયા છે. તેથી આત્મિક સહજ સુખનો તેને વિગ રહ્યા કરે છે. જે જે પર્યાને આ જીવ ધારણ કરે છે તેમાં તે તન્મય થઈ જાય છે અને તદ્રુપ જ પિતાને માની લે છે. રાત્રિદિવસ ઈન્દ્રિય સુખની તૃષ્ણામાં આકુલ થઈને તેને શમાવવાના ઉપાય કરે છે. પરંતુ સત્ય ઉપાય પ્રાપ્ત નહિ થવાથી તૃષ્ણાને રેગ અધિક વધતો જાય છે.
જેમ લેઢાની સંગતિથી અગ્નિને ઘણના માર સહન કરવા પડે છે, તેમ પુદ્ગલની સંગતિથી જીવને પણ અનેક દુઃખ અને ત્રીસ ભેગવવા પડે છે. પિંજરામાં પૂરાયેલુ પક્ષી જેવું પરાધીન છે તેવા આ જીવ કર્મ પુદ્ગલની સંગતિથી પરાધીન છે. સાચું સહજ સુખ એ આત્માને ગુણ છે. એની શ્રદ્ધા વિના આ મૂઢ પ્રાણી વિષય સુખને લેલુપી થઈને ભવભ્રમણમાં સંકટ સહન કરતે પરાધીનતાની બેડીમાં બંધાયેલ મહાન વિપત્તિઓથી ગ્રહાયેલો છે. જે એ પ્રાણીને પિતાના સહજ સુખની શ્રદ્ધા થઈ જાય અને એવું જ્ઞાન