________________
આ અઢાર રત્નો ઉપરા ઉપરી છે. કુમાર ! તું આ રત્નો લઈ, તેના ગુણ લખી લેજે. તે રત્નો સદા તારી પાસે રાખજે. તે રત્નોની તું હંમેશા પૂજા કરજે. કામ પડે ત્યારે મારું નામ સ્મરણ કરજે. ...૮૨
(નદી કિનારે ચાલતાં તું વૃક્ષ પાસે પહોંચીશ) તે વૃક્ષની છાયામાં તું વિશ્રામ કરજે. જેવી તારી દૃષ્ટિ તે પત્થર પર પડશે, તેવો જ તે પત્થર પ્રગટ થઈ ઉપર ઉઠશે. (તેના પર શંકા ન કરીશ) વીસ વર્ષ સુધી રત્નોનો પ્રભાવ ક્રમશઃ વૃદ્ધિ પામશે. તારી પણ કીર્તિ અને પ્રભાવ વધશે.”
...૮૩ રાજકમાર શ્રેણિક સ્વપ્નમાંથી જાગૃત થયા. તેમણે ૩૦૦ નવકાર મંત્રનું સ્મરણ કર્યું. ત્યાર પછી દક્ષિણ દિશા તરફ પ્રયાણ કર્યું. તેમણે નદી કિનારે ચાલતાં ચાલતાં સો કોસ જેટલો માર્ગ કાપ્યો. ...૮૪
ત્યાં તેમણે દેવના એંધાણ અનુસાર બે વૃક્ષો જોયાં. આ બંને વૃક્ષો એકબીજા સાથે મળેલા હતા. ઝાડની ડાળી ઉપર શ્વેત વર્ણનો પર હતો. રાજકુમાર શ્રેણિકને દેવના વખ ઉપર હવે પાકો ભરોસો (પ્રમાણ) થયો. “દેવ વચન સત્ય છે' એવી કુમારને દઢ શ્રદ્ધા થઈ. કવિ ઋષભદાસ કહે છે કે, રાજકુમાર શ્રેણિકે મનથી દેવની ખૂબ પ્રશંસા કરી.
..૮૫ દુહા : ૫ વાસર વીજ રયણી ગાજ, સુપુરુષ વાણી સાર;
ઋષભ દેવ દરસન વલી, નિફલ નોહઈ નિરધાર અર્થ :- દિવસે વિજળી, રાત્રિએ ગાજ વીજ, ઉત્તમ પુરુષોની સારયુક્ત વાણી(આશીર્વાદ) અને દેવ દર્શન નિશ્ચયથી કદી નિષ્ફળ જતાં નથી; એવું કવિ ઋષભદાસ કહે છે.
...૮૬ ચોપાઈ : ૨ અરણ્ય વર્ણન સફલ થયો સુર બોલ્યો જેહ, લેઈ રત્ન નઈ ચાલ્યો તેહ; નદી તીર નર આવ્યો જસિં, મહાવન મોટું આવ્યું તસઈ તાલ તમાલ અનિ વરસાગ, ચંદન નાગ અનિ પનાગ; આંબા આંબિલી બહુઉ વધી, વડ પીપલ પાડલ ગયા વધી જાંબૂ ડાડિમ ફુલ અનેક, ચંપક જાયના નાવઈ છેક; ઘણા જીવ ચોપદ તિહાં રહઈ, વાઘ સિંઘ ગજ હય ગહે ગઈ હરણ રોઝ ચીત્તર નઈ ગાય, મણિઘર મોટ રહઈ તેણઈ કાય; ઘણી વસઈ પંખીની જાતિ, પંચ વર્ણવ સઈ બહુ ભાતિ ગરુડ હંસ તીતર નઈ મોર, સમલી સારસ જીવ ચકોર; વિવિધ પંખિ આ નવ નવ સાદ, વંસયાલિ મુંકઈ તિહાં નાદ વાજઈ પરબત નાની ઝરણ, ફલ્યા વન દીસઈ બહુ વર્તા; અનેક જીવ બોલઈ વનિ તહી, નરપતિ કોથી બીહઈ નહી મનિ ચિંતઈ એ કસ્યા આવાસ, ધિન યોગી જસ વનમાં વાસ; ઋષભ કહઈ એમ ચિંતઈ રાય, એક વૃષ તલઈ બેઠો જાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org