Book Title: Pruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Rupvijay, Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________ 12 કરવા માટે મારે શું કરવું ? અને જે વિધિએ મને પાંખો - આપી હોત તો ઉડીને ઝટ તારાં દર્શન કરત, અથવા તો કઈ એવી ચમત્કારિક વિદ્યા મારી પાસે હોત તો તને પ્રાપ્ત કરવામાં એ વિદ્યા સહાય કરત. પ્રિયા ! તું દૂર છતાં મારા હૃદયને બાળે છે. મારે જે તારા જેવી પ્રિયા નથી તો જગતમાં આવું સામ્રાજ્ય છતાં કાંઈ નથી. -તે જ પુરૂષને ધન્ય છે કે જે આ પ્રિયાને પતિ થશે. - પ્રિયા ન એવી નિરખી અરે મેં, - પ્રિયા ન એવી રીઝવી અરે મેં; ' - પ્રિયા ન એવી ઉર લીધી રે મેં, વસંત કેલી ન કીધી અને મેં પરિચ્છેદ 2 જે . . . કલાવતી - તીર લગો ગળી લગો, લગો બરછીકે ઘાવ,. નયનાં કીસીકે મત લગ, જીસકા નહિ ઉપાય; દત્તકુમારે કલાવતીનું ચિત્રપટ રાજાને બતાવ્યા પછી બે દિવસનાં વ્હાણાં વહી ગયાં. એ બન્નેય દિવસે શંખરાજાના ચિંતાતુરપણે ગયા. ખાન, પાન કે વિદ્વાનની 'ગાષ્ટિમાં પણ શંખરાજાને ચેન પડતું નહિ, મંત્રીઓ અનેક પ્રકારની કથા વાર્તા કરતા, રાજાના દિલને રિઝવવાના અનેક પ્રયત્ન કરતા છતાં રાજા એ ચિત્રપટની બાલાને -ભૂલી શકતો નહિ. એ દગ્ધ હૃદયને ઠારવા અનેક શીતાપ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust