________________ મુકુંદ રાવલની જેમ જ રાજય પુરાતત્ત્વખાતામાં જોડાવાનું મન નક્કી કરી લીધું. સદ્ભાગ્યે તત્કાલના પુરાતત્ત્વ નિયામક શ્રી જયેન્દ્ર નાણાવટીએ મારી પસંદગી Registering Officer (Antiquities) તરીકે વડોદરા વર્તુળ માટે ૧૯૭૫માં કરી તો ૧૯૭૬માં G.P.S.C. અમદાવાદ દ્વારા મને દક્ષિણવર્તુળ, સુરત માટે Superintending Archaeology તરીકે નિમણુંક મળી અને આમ પુરાતત્ત્વયાત્રા શરૂ થઈ. જે સફરનો અંત વયનિવૃત્તિએ Assistant Director, Gujarat State, Ahmedabadથી થયો. આ માટે હું શ્રીયુત નાણાવટી સાહેબનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ કાર્યકાળ દરમ્યાન મને મુ.આર.એન.મહેતા અને મુ.ઢાંકી સાહેબ તરફથી અનુક્રમે એમ.એસ.યુનિવર્સિટી ઓફ બરોડા, તથા અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલોજી, વારાણસીમાં જોડાવાની લોભામણી ઓફર મળેલ. પરંતુ મારા પત્નિ માલતી રાજે એકાઉન્ટન્ટ જનરલની અમદાવાદની કચેરીમાં એકાઉન્ટસ્ ઓફીસર હોવાથી કોટુમ્બિક કારણોસર અમદાવાદ છોડવું ઇચ્છનીય ન લાગ્યું. જો કે આ દિગ્ગજો સાથે કામ કરવાની તક મેં ખોઈ, એનો વસવસો કાયમ માટે રહ્યો. પુરાતત્ત્વખાતાની નિવૃત્તિ અને નિષ્ક્રીય ના કરી શકી. અને બે વર્ષ બાદ સન્મિત્ર પ્રો.ડૉ.જિતેન્દ્ર શાહના સૂચનથી 2003 થી 3 વર્ષ માટે અમદાવાદ મુકામે N.C.Mehta Gallary ખાતે (Hon) Director તરીકે જોડાયો. પછીથી ત્રણ વર્ષ માટે ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં મ.દે.સમાજસેવા મહાવિદ્યાલયના ઇતિહાસ-સંસ્કૃતિ વિભાગમાં Visiting Professor તરીકે સેવાઓ આપી. સમગ્ર જીવનભર મને પ્રેરણા અને માર્ગદર્શન મળ્યાં એ મારા સ્નેહી કલાવિદ્ સદ્ગત પ્રો.ડૉ. ઉમાકાન્ત શાહનો આભાર શબ્દોમાં વ્યક્ત થાય તેમ નથી. ગ્રંથમાં સમાવિષ્ટ શોધલેખો મૂળ સામીપ્ય, સ્વાધ્યાય, પથિક, વિદ્યાપીઠ, સંબોધી, ગુજરાત, વલ્લભવિદ્યાનગર, Journal of Oriental Institute, Baroda અને ગુજરાત ઇતિહાસ પરિષદ, અમદાવાદ દ્વારા પ્રકાશિત લઘુગ્રંથ ચન્દ્રક વિજેતા નિબંધ સંગ્રહ વગેરેમાં પ્રગટ થયેલાં. આ અતિરિક્ત લેખકે જુદી જુદી સંસ્થામાં આપેલ વ્યાખ્યાનો અને વૃત્તપત્રોની મુલાકાતોમાંથી ચૂંટી કાઢેલ વિણેલા મોતીનો સમાવેશ કરેલ છે. આ તમામ સંબંધકર્તા અને સંદર્ભકર્તાઓના સૌજન્યથી પ્રસ્તુત કર્યા છે. જે પુનઃ મુદ્રિત છે. અગાઉ આ સમુચ્ચયના શોધપત્રોમાં કેટલાંક સંયુક્ત સહલેખનમાં લખાયેલા હતાં. તમામની વિગતો અહીં સામેલ છે. 1. શિકારી રંગોત્સવઃ ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડમી, ગાંધીનગર અને થિયેટર ઍન્ડ મિડીયા સેન્ટર, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે તારીખ 3 અને 4 ફેબ્રુઆરી ૨૦૧૧ના બે દિવસ અમદાવાદ ખાતે યોજાયેલ ધોળાવીરાના અવશેષોમાંથી મળેલ રંગભૂમિ અંગે સંશોધનલક્ષી સેમીનારમાં આ લેખકે પૂર્ણાહુતી દિને આપેલ શિકારી રંગોત્સવ-ગુફાચિત્રોના પરિપ્રેક્ષ્યમાં બેય સંસ્થાના સૌજન્યથી લેખરૂપે અહીં પ્રગટ થાય છે. 2. આદ્યઐતિહાસિકકાલીન ગુજરાત અદ્યાપિ અપ્રસિદ્ધ શોધલેખ પ્રથમવાર પ્રાચીન ગ્રંથમાં પ્રસિદ્ધ થાય છે. જેમાં તત્કાલના ગુજરાતનું રસપ્રદ ચિત્ર આપણને મળે છે. અદ્યાપ પર્વતની સિંધુ સભ્યતા