________________ પ્રાકથન પુરાણું એટલે પ્રાચીન. જેનો અંગ્રેજીમાં પર્યાય Ancient શબ્દ છે. અર્થઘટન જોતાં આ શબ્દ પુરાતત્ત્વ (Archaeology) સંબંધિત છે. પ્રાચીન પરથી પ્રાચીન નામાભિધાન આ પ્રસ્તુત ગ્રંથનું રાખેલ છે. જે મારા પ્રગટ અને અપ્રગટ પુરાતત્ત્વ અને પ્રાચીનકલા અંગેના શોધલેખોનો સમુચ્ચય છે. એના દ્વારા અતીતની ખોજમાં ડોકીયું કરાવવાનો નમ્ર પ્રયાસ છે. પુસ્તકથી કંઈ નવીન સંશોધન થયાનો દાવો નથી. પણ પુરોગામીઓએ કંડારેલ સંશોધનની કેડીને આગળ ચલાવાનો પ્રયત્ન કરેલો છે. પિતાશ્રી ગજાનનરાવ હજરનીસ પૂર્વેના વડોદરા સંસ્થાન, સ્વતંત્રતા બાદના દ્વિભાષી મુંબઈ રાજ્ય અને 1960 પછી ગુજરાત રાજ્યમાં ચરોતર, વડોદરા, ભરૂચ, રાજપીપળા અને અન્યત્ર પોલીસ અધિકારી તરીકે કાર્યરત હતાં. બદલીના નિયમોનુસાર કુટુમ્બસહ એક ગામથી બીજે ગામ જવાનું થતું. તત્કાલે અનેક વિટંબણાઓ વચ્ચે પણ નાનપણમાં સ્મારકો, મંદિરો અને મૂર્તિઓ વગેરે જોવા મળતું ત્યારે મંદિરો-પ્રતિમાઓ વગેરે ક્યા નિયમોને આધારે ઘડાતી ? મહેલો પૂર્વેના ભવ્ય સ્મારકો આજે ખંડેર જેવા ભાસતા હોઈ એ માટે ગ્લાની થતી. આ જાણવાની જિજ્ઞાસા અંગે માતુશ્રી અને મરાઠી વાડમયીન કવિયત્રિ વિમળાબહેન યથાશક્તિ સમજ આપતાં. યુવાવયે મ.સ.વિશ્વવિદ્યાલય વડોદરામાંથી ઇતિહાસ અને કાયદાના વિષય અને સ્નાતક થઈ, વડોદરા સંગ્રહાલયમાં જોડાયો. અહીં તત્કાલીન મ્યુઝિયમના સહાયક નિયામક અને બહુશ્રુત વિદ્વાન શ્રીયુત ભાસ્કરભાઈ માંકડના સંપર્કમાં આવ્યો. એમણે મારી રૂચી જોઈ એમ.એસ.યુનિવર્સિટી ઑફ બરોડાના પુરાવસ્તુ વિભાગમાં Archaeologyના અનુસ્નાતક અભ્યાસક્રમમાં નોકરી સાથે જ મારી ભણવાની ગોઠવણ કરી આપી. આ અંગે હું માંકડ સાહેબનો આજન્મ ઋણી છું. M.A.ના અભ્યાસ દરમ્યાન આંતરરાષ્ટ્રીય ખ્યાતીને વરેલા પ્રો.ડૉ.આર.એન.મહેતા (વિભાગીય વડા) પ્રો.ડૉ.સૂર્યકાન્ત ચૌધરી (જાણીતા ઉ નનકાર), પ્રો.ડૉ.એચ.સી.મલીક (Palaeologist), પ્રો.ડો.કે.ટી.એમ હેગડે (પુરાતત્ત્વીય રસાયણવિ) વગેરેના ગાઢ સંપર્કમાં આવ્યો. મારા ઘડતરમાં આ તમામ વિદ્યાગુરુઓના ફાળાનો હું સ્વીકાર કરું છું. તત્કાલના ગુરૂબંધુઓ-સહાધ્યાયીઓ પ્રો.ડૉ.વસંત પારેખ અને પ્રો.ડૉ.વિશ્વાસ સોનવણેનો સાથ-સહકાર પણ કાબીલે તારીફ હતો. ૧૯૬૯માં Archaeology સાથે અનુસ્નાતક થતાં, સમજાયું કે પુરાતત્ત્વસાધના મ્યુઝિયમની ચાર દિવાલોમાં બેસી થઈ શકે નહી. આથી મારા પુરોગામીઓ મધુસૂદન ઢાંકી, છોટુભાઈ અત્રિ અને