Book Title: Prabuddha Jivan 1993 Year 04 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 16
________________ ૧૬ પ્રબુદ્ધ જીવન એટલે જ લાલ રંગ વપરાય છે.) સિદ્ધ પરમાત્મા ચૌદ રાજલોકના ઠેઠ ઉપરના છેડે બિરાજમાન છે, છતાં સારી આંખવાળા (સમ્યક દૃષ્ટિવાળા) જીવો એમને પોતાના ધ્યાનમાં જોઇ શકે છે. લાલ રંગ ચેતવણીનો, થોભી જવાનો રંગ છે. સિદ્ધ પરમાત્મા આપણને નવા કર્મબંધનથી થોભી જવા માટે ચેતવે છે. એટલા માટે અષ્ટદલ કમળમાં નવપદજીનું ધ્યાન ધરવામાં સિદ્ધ પરમાત્માનું રક્ત વર્ણથી ધ્યાન ધ૨વાનું હોય છે. સિદ્ધ પરમાત્માના રક્ત રંગનાં ઉદાહરણો આપતાં એક બાલાવબોધકારે લખ્યું છે, જે સિદ્ધ રક્તકાન્તિ ઘરતા, જિલ્યું ઊગતો સૂર્ય, હિંગુળનો વર્ણ, દાડિમ-જાસુદનું ફૂલ, અર્ધગુંજારંગ, નિષધ પર્વત, રક્તોત્પલ કમલ, મરકત રત્ન, ચોળનો રંગ, કંકુનો રોળ, ચુના સહિત તંબોળ, ઇસી રક્તવર્ણ સિદ્ધની પાંખડી ધ્યાઇએ.' યુવાચાર્ય શ્રી નથમલજી પંચ પરમેષ્ઠિના ધ્યાનની પ્રક્રિયામાં સિદ્ધ પરમાત્માનું ધ્યાન દર્શન કેન્દ્રમાં ચિત્તને કેન્દ્રિત કરી, પોતાના શ્વાસ વડે આકાશમાં ‘નમો સિદ્ધાણં’ એમ અક્ષરો લખી, પહેલાં માતૃકાઓનું પછી પદનું, પછી અર્થનું અને પછી પોતાનામાં રહેલા સિદ્ધ સ્વરૂપનું ધ્યાન, બાલ સૂર્ય અને પછી પૂર્ણિમાના શીતલ ચન્દ્રના રૂપમાં સાક્ષાત્કાર સહિત, કરવાનું સમજાવ્યું છે. હેમચંદ્રાચાર્યે દર્શાવેલ પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એ ક્રમે સિદ્ધ પરમાત્માનું ધ્યાન ધરવામાં આવે છે. નવપદની આરાધનામાં બીજા દિવસે સિદ્ધ પદની આરાધના કરવાની હોય છે એ માટે ઉપાધ્યાય યશોવિજયજીએ લખેલો નીચેનો દૂહો બોલી સિદ્ધ ભગવંતને નમસ્કાર કરાય છે ઃ રૂપાતીત સ્વભાવ જે, કેવલ ઇંસણ નાણી રે; તે ધ્યાતા નિજ આતમા, હોય સિદ્ધ ગુણ ખાણી રે. એ દિવસે ‘ૐ દનમો સિદ્ધાણં'ની વીસ નવકારવાળી ગણવાની હોય છે. એ દિવસે આઠ કાઉસગ્ગ, આઠ સાથિયા, આઠ પ્રદક્ષિણા અને આઠ ખમાસમણ–એ પ્રમાણે વિધિ કરવાની હોય છે. સિદ્ધ ભગવંતના આઠ ગુણ છે. તે પ્રત્યેક બોલીને સિદ્ધ ભગવંતને નમસ્કાર કરાય છે, જેમ કે (૧) અનંત જ્ઞાન સંયુતાય શ્રી સિદ્ધાય નમ:, (૨) અનંત દર્શન સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ (૩) અવ્યાબાદ ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ (૪) અનંત ચારિત્ર ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ, (૫) અક્ષમ સ્થિતિ ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમ:, (૬) અરૂપી નિરંજન ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ (૭) અગુરુલઘુ ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ (૮) અનંતવીર્ય ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ. એ દિવસે ગોધુમ (લાલ ઘઉં)ના સાથિયા કરાય છે. શક્તિ સંપન્ન વ્યક્તિ આઠ સાથિયા ઉપર આઠ માણેક મૂકે છે. એક ધાનનું આયંબિલ કરનાર ઘઉંની વાનગી વાપરે છે. વીસ સ્થાનક તપની આરાધનાના દૂહાઓમાં સિદ્ધ પરમાત્માને નીચેનો દૂહો બોલી નમસ્કાર કરવામાં આવે છે. ગુણ અનંત નિર્મળ થયા, સહજ સ્વરૂપ ઉજાસ, અષ્ટ કર્મ મંળ ક્ષય કરી, ભયે સિદ્ધ નમો તાસ. એ દિવસે ‘ૐ નમો સિદ્ધાણં'ની વીસ નવકારવાળી ગણવાની હોય છે. તદુપરાંત ૩૧ સાથિયા, ૩૧ ખમાસમણ તથા ૩૧ કાઉસગ્ગ કરવાના હોય છે. પ્રત્યેક ખમાસમણ વખતે સિદ્ધપદના એક એક એમ ૩૧ ગુણ ( આઠ કર્મની ૩૧ મુખ્ય પ્રકૃતિ)ના નિર્દેશ સાથે નમસ્કાર કરાય છે. ઉ.ત. શ્રી મતિજ્ઞાનાવરણીય કર્મરહિતાય શ્રી સિદ્ધાય નમઃ વળી પ્રત્યેક ખમાસમણ વખતે ઉપરનો દૂહો બોલવાનો હોય છે. ખમાસમણ પછી ૩૧ લોગસ્સનો કાઉસગ્ગ કરવાનો હોય છે. તથા સિદ્ધપદનું ધ્યાન રક્ત વર્ષે કરવાનું હોય છે. તા. ૧૬-૧-૯ એટલે જ ચતુર્વિશતિસ્તવ-લોગસ્સસૂત્રમાં પણ છેલ્લી ગાથામાં સિદ્ધગતિ માટે જ પ્રાર્થના કરવામાં આવી છે : સિદ્ધપદની આવી આરાધનાથી હસ્તિપાળ રાજા તીર્થંકર થયા હતા. સિદ્ધપદના સાચા આરાધક જીવો અવશ્ય સિદ્ધપદ પામે છે. 'चंदेसु निम्मलयरा आइच्चेसु अहियं पयासयरा । सागर वर गंभीरा सिद्धा सिद्धिं मम दिसंतु ॥ સિદ્ધ પરમાત્મા પાસે સિદ્ધિગતિ માટે જ પ્રાર્થના કરવાની હોય છે. આચાર્ય શ્રી સિદ્ધસેને કહ્યું છે કે ‘નમો સિદ્ધાણ’ પદમાં પાંચ અક્ષર છે તે ઔદારિક વગેરે પાંચ પ્રકારનાં શરીરનો નાશ કરનાર, પંચત્વ (મરણ)ના પ્રપંચોને દૂર કરનાર તથા ‘પંચમ ગતિ' (મોક્ષ ગતિ) અપાવનારા છે. આ પંચમ ગતિ મેળવવાનું પોતાનું લક્ષ્ય રહે અને તેને યોગ્ય પુરુષાર્થ કરવાનું બળ મળી રહે એવી જીવની અભિલાષા હોવી ઘટે. परिशिष्ट શ્રી સિદ્ધપદનું ચૈત્યવંદન શ્રી શૈલેશી પૂર્વમાંત, તનુ હીન ત્રિભાગી; પૂર્વપ્રયોગ પ્રસંગથી, ઉરઘ ગતિ જાગી. સમય એકમાં લોકમાંત, ગયા નિગુણ નિરાગી; ચેતન ભૂપે આત્મરૂપ, સુદિશા લહી સાગી. કૈવલ દેસણ નાણથી એ, રૂપાતીત સ્વભાવ; સિદ્ધ ભયે તસુ હીરધર્મ, વંદે ધરી શુભ ભાવ. શ્રી સિદ્ધપદનું સ્તવન શ્રી સિદ્ધપદ આરાધીએ રે, ક્ષય કીધાં અડ કર્મ રે શિવ વસીયા. અરિહંતે પણ માનીયા રે, સાદી અનંત સ્થિર શર્મ રે, ૧ ગુણ એકત્રીસ પરમાત્મા રે, તુરિય દશા આસ્વાદ રે. એવંભૂત નયે સિદ્ધ થયા રે ગુણગણનો આહલાદ રે. ૨ સુરગણ સુખ ત્રિભું કાળનાં રે, અનંતગુણા તે કીધ રે અનંત વર્ષે વર્ગિત કર્યો રે, તો પણ સુખ સમીધ રે. ૩ બંધ ઉદય ઉદીરણા રે, સત્તા કર્મ અભાવ રે. ઉર્ધ્વ ગતિ કરે સિદ્ધજી રે, પૂર્વપ્રયોગ સદ્ભાવ રે. ગતિ પારિણામિક ભાવથી રે, બંધન છેદન યોગ રે. અસંગ ક્રિયા બળે નિર્મળો રે, * સિદ્ધગતિનો ઉદ્યોગ રે. પએસઅંતર અણફરસતા રે, એક સમયમાં સિદ્ધ રે.૪ ચરમ ત્રિભાગ વિશેષથી રે, અવગાહન ઘન કીધ રે.પ સિદ્ધશિલાની ઉપરે રે, જ્યોતિમાં જ્યોતિ નિવાસ રે. ૬ હસ્તિપાલ પરે સેવતાં રે, સૌભાગ્યલક્ષ્મી પ્રકાશ રે, ૭ શ્રી સિદ્ધપદની સ્તુતિ અષ્ટ કરમ હું દહન કરીને, ગમન કિયો શિવવાસીજી, અવ્યાબાધ સાંદિ અનંત ચિદાનંદ ચિદરાશિજી; પરમાતમ પદ પૂરણ વિલાસી અથઘન દાઘ વિનાશીજી, અનંત ચતુષ્ટય શિવપદ ધ્યાવો, કૈવલજ્ઞાની ભાખીજી. માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ – મુદ્રક, પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, o o સ્થળ ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦૦૦૪. ફોનઃ૩૫૦૨૯૯.મુદ્રાસ્થાન રિલાયન્સ ઓફસેટ પ્રિન્ટર્સ, ૯, ખાંડિયા સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૮. ફોટોટાઇપસેટિંગ-મુદ્રાંકન, મુંબઈ-૪૦૦ ૦૯૨. ૪૦૦ ૦૯૨.

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136