________________
તા. ૧૬-૧૧-૯૩
આગમો સિવાય જૈનતત્વજ્ઞાનનાં ખાસ ગ્રંથોમાં 'તત્વાધિગમસૂત્ર સહુથી સુંદર ગ્રંથ છે. એના ઉપર અનેક ટીકાઓ રચાઈ છે. એ સિવાય શ્રી હરિભદ્રસૂરિનું ષડ્દર્શનસમુચ્ચય, શ્રી જિનભદ્રક્ષમાશ્રમણનું વિશેષાવશ્યક ભાષ્ય, શ્રી અનંતવીર્યનું પરીક્ષાસૂત્ર લવૃત્તિ, પ્રમાણનયતત્ત્વાલંકાર શ્રી મલ્લિસેનની સ્યાદ્રાદમંજરી અને શ્રીગુણરત્નની તર્ક રહસ્યદીપિકા પણ જૈન તત્ત્વજ્ઞાનનાં સુંદર ગ્રંથો છે. તત્ત્વજ્ઞાન અને ન્યાયને ઊંડે સંબંધ હોવાથી એ બંને વિષયોનાં ગ્રંથો જુદા પાડવા કેટલીક વખત મુશ્કેલ પણ બની જાય છે.
જૈન ન્યાયના મહાન લેખકો અને તેમની કૃતિઓ : ૧ : શ્રી સિદ્ધસેન દિવાકર (૧) સન્મતિતર્ક (૨) ન્યાયાવતાર ૨ : શ્રી મલ્લાવાદીસૂરિ (૧) દ્રાદશારનયચક્ર (૨) સન્મતિની ટીકા ૩ : શ્રી હરિભદ્રસૂરિ (અનેકાંતજયપતાકા), લલિતવિસ્તરા (૩) ધર્માંસંગ્રહણી
૪ : શ્રી અભયદેવસૂરિ
૫ : શ્રી વાદીદેવસૂરિ
૬ : શ્રી હેમચંદ્રાચાર્ય
૭ : શ્રી યશોવિજયજી
૮ : શ્રી ગુણરત્નસૂરિ ૯ : શ્રી ચંદ્રસેન ૧૦ : શ્રી ચંદ્રપ્રભસૂરિ ૧૧ : શ્રી પદ્મસુંદરગણિ ૧૨ : બુદ્ધિસાગર
૧૩ : શ્રી મુનિચંદ્ર
૧૪: શ્રી રાજશેખર
૧૫ : રત્નપ્રભૂસૂરિ ૧૬ : શ્રી શુભવિજયજી ૧૭ : શ્રી શાંતિસૂરિ
પ્રબુદ્ધ જીવન
(૧) સન્મતિતર્ક પર મહાટીકા
(૧) સ્યાદૃાદરત્નાકર :
(૧) પ્રમાણમીમાંસા (૨) અન્યયોગવયવહોદ દ્વાત્રિશિકા (૧) જૈન તર્ક પરિભાષા (૨) દ્વવિશદદ્વાત્રિશિંકા (૩) ધર્મપરીક્ષા (૪) નયપ્રદીપ (૫) નયામૃતતરંગિણી (૬) ખંડખંડ ખાદ્ય (૭) ન્યાયલોક (૮) નયરહસ્ય (૯) નયોપદેશ (૧૦) અનેÍતવ્યવસ્થા (૧૧) નત્ત્વાર્થસૂત્ર વૃત્તિ (૧) ખંડદર્શનસમુચ્ચય વૃત્તિ (૧) ઉન્માદસિદ્ધિપ્રકરણ (૧) પ્રમેયરત્નકોષ:
(૧) પ્રમાણસુંદર
(૧) પ્રમાલક્ષ્મલક્ષણા
(૧) અનેકાંતવાદ જયાપતાકાદીપ્પન
(૧) સ્યાદવાદકલિકા
(૧) રત્નાકરાવતારિક
સ્યાદવાદભાષા
(૧) પ્રમાણપ્રમેય કલિકાવૃત્તિ
દિગંબરોમાં પણ ન્યાય ઉપર લખનારા ઘણા પંડિતો થયા છે. ] યોગ અને અધ્યાત્મના ગ્રંથો : યોગબિન્દુ, યોગદષ્ટિસમુચ્ય, યોગવિંશિકા, યોગાશાસ્ત્ર, યોગશતક, યોગાસાર, સમાધિશતક, પરમાત્મપ્રકાશ, સમભાવશતક, ધ્યાનશતક, ધ્યાનસાર, ધ્યાનદીપિકા, ધ્યાનવિચાર, અધ્યાત્મ ઉપનિષદ, અધ્યાત્મબિન્દુ, અધ્યાત્મરતગિણી, અધ્યાત્મગીતા, અધ્યાત્મકલ્પદ્રુમ, જ્ઞાનાવર્ણવ વગેરે.
કર્મસાહિત્ય : તેના મુખ્ય ગ્રંથો કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ, પ્રાચીન પાંચ ક્રમગ્રંથો, નવીન છ કર્મગ્રંથો, સંસ્કૃત ચાર કર્મગ્રંથો, કર્મસ્તવ વિવરણ વગેરે છે. એના પર ઘણી ટીકાઓ રચાયેલી છે.
2 સાહિત્યગ્રંથો : સાહિત્યગ્રંથોમાં જૈનોનો ફાળો ઘણો મોટો છે. વ્યાકરણ, કોશ, છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, કાવ્ય, નાટક, કથા પ્રબંધ વગેરે સાહિત્યના બધા વિભાગો પર આપણા આચાર્યોએ લખ્યું છે. પાણિનીના સંસ્કૃત ભાષાના વ્યાકરણની હરિફાઈ કરનાર સિદ્ધહેમ વ્યાકરણ શ્રી હેમચંદ્રાચાર્યે રચ્યું છે. એના છેલ્લા અધ્યાયમાં પ્રાકૃત, અપભ્રંશ વગેરે ભાષાનાં વ્યાકરણો પણ લખ્યાં છે. શાક્યયનનું વ્યાકરણ તો ઘણા વખતથી પ્રસિદ્ધ છે. પૂજ્યપાદ દેવનંદિનું જૈનેદ્ર વ્યાકરણ પણ મશહુર છે. એ સિવાય બુદ્ધિસાગરાચાર્યે બુદ્ધિસાગર વ્યાકરણ,
૧૧
જ્ઞાનવિમળગણિએ શબ્દ, પ્રતિ ભેદ વ્યાકરણ, ને શ્રી વિઘાનન્દસૂરિએ સિદ્ધસારસ્વત વ્યાકરણ રચ્યું છે. પ્રાકૃત ભાષાનાં બીજા પણ અનેક વ્યાકરણો જૈનાચાર્યોએ રચ્યાં છે. તામીલ અને કાનડી ભાષાના મૂળ વ્યાકરણો જૈનાચાર્યોથી જ રચાયાં છે. ને ગુજરાતી ભાષા પર તો સેંકડો વર્ષ સુધી એકલા હાથે જૈનોએ જ પ્રભુત્વ ભોગવ્યું છે. કાવ્યની સંખ્યાનો સુમાર નથી. અનેક કાવ્યો ઉપરાંત ટ્વિસંધનકાવ્ય, ત્રિસંધાનકાવ્ય, અને છેક સમસંધાનકાવ્ય એટલે જેના શ્લોકમાંથી સાત સંબંધવાળા અર્થ નીકળે ને સાતના જુદા જુદા જીવન સમજાય તેવાં પણ રહ્યાં છે. એક અષ્ટલક્ષી નામનો ગ્રંથ છે. તેમાં એક શ્લોકના આઠ લાખ અર્થો કર્યા છે. શ્રી હેમચંદ્રાચાર્યે છંદશાસ્ત્ર તથા અલંકાર પર સ્વતંત્ર ગ્રંથો રચ્યાં છે. શ્રી વાગ્ભટે પણ કાવ્યાલંકાર નામે અલંકારશાસ્ત્ર રચ્યું છે. શ્રી અમરચંદસૂરિએ કવિશિક્ષાવૃત્તિ, કવિક્લ્પતા, છંદ રત્નાવલિ, ક્લાક્લાપ વગેરે ગ્રંથો રચ્યાં છે. શ્રી નમિસાધુએ પ્રખ્યાત કાવ્યાલંકાર પર ટીપ્પણ રચ્યું છે. શ્રી નરેન્દ્રપ્રભસૂરિએ અલંકાર મહોદધિ બનાવ્યો છે. શ્રી માણિકચંદ્રસૂરિએ કાવ્યપ્રકાશસંકેત બનાવ્યો છે. અને કોશની રચનામાં તો શ્રી હેમચંદ્રાચાર્યે હદ કરી છે. અભિધાનચિંતામણી, અનેકાર્થ કોશ, દેશીનામમાલા, નામશેષ, નિઘંટુ એ એ બધા એમણે એક્લાએ જ રચ્યાં છે, ઉપરાંત સટીક ધાતુપાઠ, સટીક ધાતુપારાયણ ધાતુમાલા, લિંગાનુશાસન વગેરે સંસ્કૃત ભાષાશાસ્ત્રમાં મહત્વના ગ્રંથો રચ્યાં છે. ધનંજય કવિએ ધનંજય નામમાળા બનાવી છે. શ્રી હર્ષકીર્તિજીએ શારદીય નામમાલા રચી છે. બીજાઓએ પણ ઘણું કર્યુ છે.
D મહાકાવ્યો : ધણા તીર્થંકરોનાં ચરિત્રો શિષ્ટ કાવ્યોમાં લખાયેલાં છે. શ્રી શાંતિનાથ ચરિત્ર, શ્રી નેમિનાથ ચરિત્ર, શ્રી પાર્શ્વનાથ ચરિત્ર, શ્રી વાસુપૂજ્ય ચરિત્ર વગેરે ધાં કાવ્યો છે. એ સિવાય શ્રી અભયદેવસૂરિએ જયંત વિજય મહાકાવ્ય લખ્યું છે. શ્રી અમરચંદસૂરિએ પદ્માનંદભ્યુદય મહાકાવ્ય તથા બાળભારત મહાકાવ્ય રચ્યાં છે. ઉદયપ્રભસૂરિએ ધર્મોલ્યુદય મહાકાવ્ય રચ્યું છે. કવિશ્રી જયશેખરસૂરિએ જૈન કુમારસંભવ કાવ્ય લખ્યું છે. શ્રી દેવપ્રભસૂરિ મલ્લધારીએ · પાંડવચરિત્ર મહાકાવ્ય બનાવ્યુ છે. શ્રી ધનંજય મહાકવિએ રાધવ પાંડવીયમહાકાવ્ય (દ્વિસંધાન મહાકાવ્ય) રચ્યું છે. શ્રી નયનચંદ્રસૂરિએ હમ્મીર મહાકાવ્ય તથા પદ્મચંદ્રજીએ ધન્નાભ્યુદય મહાકાવ્ય લખ્યું છે. વળી પદ્મસુંદરગણિએ રાયમલ્લાભ્યુદય મહાકાવ્ય તથા પાર્શ્વનાથ કાવ્ય રચ્યાં છે. તથા માણિક્યચંદ્રસૂરિએ પાર્શ્વનાથ ચરિત્ર તથા નલાયન કાવ્યની રચના કરી છે. શ્રી હેમચંદ્રાચાર્યે પણ ત્રિષષ્ઠિશલાકાપુરુષચરિત તથા દ્રયાશ્રય નામનાં મહાકાવ્ય લખ્યાં છે. એ સિવાય બીજાં પણ ધર્ણા કાવ્યો છે. ખંડ કાવ્યો, સ્તોત્ર અને સ્તુતિઓનો તો પાર જ નથી.
— નાટકો : રધુવિલાસ, નલવિલાસ, રાઘવાભ્યુદય, સત્ય હરીશચંદ્ર, કૌમુદીમિત્રાનંદ, નિર્ભયભીમવ્યાયોગ (કર્તા, શ્રી હેમચદ્રાચાર્યના પ્રખ્યાત શિષ્ય શ્રી રામચંદ્ર) હમીર મદમર્દન (કર્તા, જયસિંહ) રંભામંજરી (કર્તા, નયચંદ્રસૂરિ) મોહપરાજ્ય (કર્તા, યશપાલ) મુદિત કુમંદચંદ્ર, પ્રબુદ્ધ રોહિણેય, દ્રૌપદી સ્વયંવર, ધર્માભ્યુદય વગેરે.
— કથાઓ : સંસ્કૃત, પ્રાકૃત ને ગુજરાતી ભાષા જૈન કથાઓથી ભરપૂર છે. એમાં શ્રી હેમચંદ્રાચાર્યનું ત્રિષ્ઠિશલાકાપુરુષ ચરિત્ર તથા પરિશિષ્ટ પર્વ, શ્રી પાદલિપ્તાચાર્યની તરંગલોલા, દક્ષિણ્ય ચિન્હ, ઉદ્યોતનસૂરિની કુવલયમાલા શ્રી ભદ્રેશ્વરસૂરિની કથાવલી, વસુદેવહિંડી, શ્રી હરિભદ્રસૂરિની સમરાઈચ્ચકહા, શ્રી સિદ્ધÉિગણિની ઉપમિતિભવપ્રપંચ કથા, શ્રી ધનપાલ કવિની તિલકમંજરી, વગેરે મુખ્ય છે. આપણા આચાર્યોના હાથે પંચતંત્રનાં અનેક સંસ્કરણ થયા છે. કથાકલ્લોલ, સિંહાસનબત્રીશી, વૈતાલપચીસી, શુકસતિ વગેરે વગેરેનાં પણ ઘણાં સંસ્કરણો થયાં છે. એ ઉપરાંત રાસ અને જીવનચરિત્રો ઘણાં જ છે. એકલા ગુજરાતી ભાષામાં જ સાતસો ઉપરાંત રાસ છે. અને પ્રબંધની રચનામાં પણ જૈનો આગળ પડતા છે. શ્રી મેરૂતુંગાચાર્યે પ્રબંધ