________________
તા. ૧૬-૧૨-૯૩
પ્રબુદ્ધ જીવન
પરમાનંદ કાપડિયા જન્મશતાબ્દી ઉત્સવ વ્યાખ્યાનોનો કાર્યક્રમ
D અહેવાલ : ચીમનલાલ એમ. શાહ, ‘કલાધર'
શ્રી પરમાનંદ કાપડિયા સ્મારક નિધિ અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સંયુક્ત ઉપક્રમે પરમાનંદ કાપડિયા જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી પ્રસંગે મુંબઈમાં બે દિવસનાં વ્યાખ્યાનોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ચર્ચગેટ ખાતેના ઇન્ડિયન મરચન્ટ ્ ચેમ્બરના સભાગૃહમાં બુધવાર, તા. ૧લી ડિસેમ્બર, ૧૯૯૩ના સાંજના છ વાગ્યે શ્રી યશવંત દોશીએ અને શ્રી હરીન્દ્ર દવેએ 'પરમાનંદ કાપડિયા એક વિલક્ષણ પ્રતિભા'એ વિષય પર વ્યાખ્યાનો આપ્યાં હતાં. ગુરુવાર, તા. ૨જી ડિસેમ્બર, ૧૯૯૩ના રોજ એજ સ્થળે ડૉ. ઉષાબહેન મહેતાએ ‘ સ્વતંત્ર્ય સંગ્રામમાં મહિલાઓનો ફાળો' એ વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. આ દિવસના બીજા વ્યાખ્યાતા શ્રી નારાયણ દેસાઈ અનિર્વાય સંજોગોને કારણે વ્યાખ્યાન આપવા આવી શક્યા ન હતા. બંને દિવસની વ્યાખ્યાન સભાનું પ્રમુખસ્થાન ડૉ. રમણલાલ ચી. શાહે લીધું હતું. કાર્યક્રમનો અહેવાલ નીચે પ્રમાણે છે.
પહેલા દિવસના પ્રથમ વ્યાખ્યાતા શ્રી યશવંત દોશીએ કહ્યું હતું કે પરમાનંદ કાપડિયામાં અનેક વિશિષ્ટ લક્ષણો હતાં. એટલે એક વિલક્ષણ પ્રતિભા કહેવામાં આપણે કંઈ વધારે પડતી વાત, કંઈ અત્યુક્તિ કરતા નથી. જો કે એમની ખૂબી એ હતી કે વિશેષતાઓને સામાન્યતાના દેખાવ નીચે તેઓ ઢાંકી રાખતા. પરમાનંદભાઈમાં મિત્ર બનાવવાની અદ્ભૂત કલા હતી. તમે એમના પરિચયમાં આવો પછી ધીમે ધીમે કરતાં ક્યારે એમના મિત્ર બની ગયા તેનો તમને ખ્યાલ પણ ન રહે. એમના વિશાળ મૈત્રી નિર્માણની એક ચાવી એમની ઉગ્રતા વિનાની તાર્કિકતા હતી. એ તમારી સાથે હંમેશા ચર્ચા કરવા તૈયાર હોય પણ પોતાની વાત તમાા મનમાં ઉતારવાની ઉતાવળ ન હોય. ચર્ચાનો તમારો પક્ષ પૂરેપૂરો સાંળવાની એમનામાં ધીરજ હતી અને પોતાની વાત તર્કબદ્ધ રીતે મૂવાની કુશળતા હતી. સામો પક્ષ અકળાઈ જાય તો તેના હથિયાર દ્વં મૂકાવી તેને શાંત કરી દેવાની આવડત તેમનામાં હતી.
પહેલા દિસના બીજા વ્યાખ્યાતા શ્રી હરીન્દ્રભાઈ દવેએ કહ્યું હતું કે મને વૈષ્ણવ ોવાનું જેટલું ગૌરવ છે એટલું જ ગૌરવ મને જૈન હોવાનું છે. આવો દૃષ્કિોણ કેળવવા માટે જરૂરી એવી ધર્મની વિશાળતા મને પરમાનંદભાઈપાસેથી જાણવા મળેલી. મારા જીવનને, વિચારોને તેમના લખાણોએ ૧ સમૃદ્ધ કર્યું છે. પરમાનંદભાઈની વાત જોડે તમે સંમત થતા નથી રમ તેઓ જાણે ત્યારે ક્યારેય તમને જુદી રંગતના ગણી તેઓ તમારીઅવગણના નહિ કરે, એ તમારી સાથે બેસશે, તમારી જોડે ચર્ચા કરશે મને એમનું દૃષ્ટિબિંદુ સમજાવવા મથશે. તમારું દૃષ્ટિબિંદુ સમજવા થશે. 'પ્રબુદ્ધજીવનનું પરમાનંદભાઈએ બત્રીસ વર્ષ સુધી તંત્રીપદ માાવ્યું હતું. સામાજિક, રાજકીય, સાહિત્યિક અને બીજા ઘણા સ્તરની ધનાઓને નિરપેક્ષ રીતે અને એક જ ત્રાજવા પર મૂલવનાર પત્રોમાં ‘બુદ્ધજીવન’નું સ્થાન મોખરે હતું.
સંધા પ્રમુખ શ્રી ચીમનલાલ જે શાહે ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે પરમાનંદભાઈનો અને મારો ચાર દાયકાનો સંબંધ હતો. પરમાનંનાઈ સૌની સાથે એક કુટુંબની જેમ ભળી જાય. પરમાનંદભાઈ માણસતી હતા. પરમાનંદભાઈના બે પ્રિય વિષયો હતા એક 'પ્રબુદ્ધવન' અને બીજી પર્યુષણ વ્યાખ્યામાળા.
૧૭
પરમાનંદ કાપડિયા સ્મારક નિધિના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સૂર્યકાંત ૫રીખે પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે પરમાનંદભાઈ દ્વંતત્કૃષ્ટા હતા. તેઓ આગળનું જોઈ શકતા અને તે મુજબ પોતાનો રાહ કંડારતા. પરમાનંદભાઈના જીવન પર દૃષ્ટિપાત કરતાં એક વાત એમના જીવનમાં સળંગ જોવો મળે છે કે તેઓ સદાય નવા વિચારના પુરસ્કર્તા હતા.
કાર્યક્રમના પ્રમુખ સુપ્રસિદ્ધ લેખક અને ચિંતક ડૉ. રમણલાલ ચી. શાહે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે પરમાનંદભાઈની જન્મશતાબ્દી એક ઐતિહાસિક ઘટના કહી શકાય. પાંસઠ વર્ષના જૈન યુવક સંઘના ઈતિહાસમાં પરમાનંદભાઈનો ફાળો બહુમૂલ્ય રહ્યો છે. પરમાનંદભાઈ એટલે બહુમુખી વ્યક્તિત્વ, પરમાનંદભાઈ એટલે સત્યના અને સૌંદર્યના પૂજારી, પરમાનંદભાઈ એટલે પ્રસન્નતા, વિચારશીલતા, ગુણગ્રાહકતા, સ્વસ્થતા, કલારસિકતા, સંનિષ્ઠા, ઉદારતા, નિર્દેભતા, નિર્ભિકતા, વત્સલતા, વગેરેથી ધબકતું જીવન. એમનું વ્યક્તિત્વ એવું ચેતનવંતુ હતું કે હજીયે એમની સાથેના કેટકેટલા પ્રસંગો જીવંત બનીને નજર સામે તરે છે.
કાર્યક્રમનો પ્રારંભ શ્રીમતી ગીતાબહેન પરીખ અને સૂર્યકાંત પરીખની પ્રાર્થનાથી થયો હતો. કાર્યક્રમના સંયોજક શ્રી સુબોધભાઈ શાહે સૌને આવકાર આપ્યો હતો. ડૉ. રમણલાલ શાહે બંને વક્તાઓનો પરિચય આપ્યો હતો. પરમાનંદભાઈની સુપુત્રી શ્રીમતી મીતાબહેન ગાંધીએ પોતાના પિતાના અંગત સંસ્મરણો કહ્યા હતાં. શ્રી પ્રદીપભાઈ અમૃતલાલ શાહે આભાર વિધિ કર્યા બાદ પ્રથમ દિવસના આ યાદગાર કાર્યક્રમની સમાપ્તિ થઈ હતી.
બીજા દિવસે ડૉ. ઉષાબહેન મહેતાએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહિલાઓનો ફાળોએ વિષય ઉપર બોલતાં જણાવ્યું હતું કે આપણો સ્વતંત્ર્ય સંગ્રામ મુખ્યત્વે અહિંસક રહ્યો હતો. આઝાદીની આ લડાઈમાં મહાત્મા ગાંધીના નેતૃત્વ નીચે એક તરફ જેમ અનેક સત્યાગ્રહી વીરોએ જે સાહસ, શૌર્ય અને સ્વાર્પણની ભાવના દાખવી હતી તેમ ભારતની મહિલાઓએ પણ સામી છાતીએ ગોળી ઝીલી હતી. નાના નાના ભૂલકાંઓને લઈને જેલમાં ગઈ હતી અને અનેક પ્રકારની યાતનાઓ મા ભોમની સ્વાતંત્ર્યતા કાજે સહન કરી હતી.
આઝાદી જંગમાં સૌથી મહત્વનો ફાળો કસ્તૂરબાનો રહ્યા હતો, તેમણે સત્યાગ્રહની લડતમાં સ્ત્રીઓ ભાગ લઈ શકે તે માટે બાપુને સતત પ્રેરણા આપી હતી. આ લડતમાં ભાગ લેનાર મેડમ ભીખાજી, સરોજિની નાયડુ, કમલાદેવી ચટોપાધ્યાય, અરુણા અસફઅલી, કેપ્ટન લક્ષ્મીબાઈ વગેરેનો સ્મરણો તથા પોતાના જેલ જીવનનાં સ્મરણો તેમણે તાજાં કર્યાં હતાં.
બીજા દિવસના આ કાર્યક્રમનો પ્રારંભ શ્રીમતી કોકિલાબહેન વકાણીની પ્રાર્થનાર્થી થયો હતો. કાર્યક્રમના પ્રમુખ ડૉ. રમણલાલ ચી. શાહે સ્વાગત પ્રવચન કરવાની સાથે વક્તા ડૉ. ઉષાબહેન મહેતાનો પરિચય આપ્યો હતો. પરમાનંદભાઈની સુપુત્રી ગીતાબહેન પરીખે પરમાનંદભાઈની જન્મશતાબ્દી નિમિત્તે રચેલ સોનેટ ગાયું હતું. કાર્યક્રમનું સંચાલન ચીમનલાલ જે. શાહે કર્યું હતું. આભારવિધિ શ્રી પ્રવીણચંદ્ર કે. શાહે કરી હતી. mun